TV9ના અહેવાલની અસર, રાજકોટ નંબર પ્લેટ વગરની બાઈકના વાયરલ Video મુદ્દે ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી
રાજકોટ માં નંબર પ્લેટ વગરની બાઈકનો વીડિયો વાયરલ થવા અંગે Tv9 દ્વારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. આ બાઈક પર ધારાસભ્ય દર્શિતા શાહ સવાર હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી બાઈક ચાલકને દંડ ફટકાર્યો છે.
રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાના જાહેરનામાનો ભાજપની જ બાઈક રેલીમાં સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ખુદ ધારાસભ્ય દર્શિતા શાહ જે બાઈક પર સવાર હતા તે બાઈકમાં જ નંબર પ્લેટનો અભાવ હતો. જે બાદ વીડિયો વાયરલ થયો હતો. tv9 દ્વારા આ અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો જે બાદ હવે રાજકોટ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે અને ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગરની બાઈકના ચાલકને દંડ ફટકાર્યો છે. આ બાઈક વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સેજલ ચૌધરીનુ હોવાનું સામે આવ્યુ છે. ભક્તિનગર પોલીસે વાહનચાલક અને પેટ્રોલપંપના કર્મચારી સામે બંને સામે ગુનો નોંધ્યો અને બાઈકમાં નંબર પ્લેટ લગાવવા સૂચના આપી છે.
tv9 દ્વારા અહેવાલ પ્રસારીત કરી આ અંગે સવાલ ઉઠાવતા પોલીસે તપાસ હાથ ધરી અને નંબર પ્લેટ વિનાની બાઈક સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાનું રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. આ જાહેરનામાનો ભાજપના જ ધારાસભ્યે ઉલાળિયો કરતા જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહની આગેવાનીમાં નીકળેલી બાઈક રેલીમાં કાયદનો ભંગ કરાયો અને ધારાસભ્ય જે બાઈક પર બેઠા તેમા જ નંબર પ્લેટ હતી નહીં. ત્યારે સવાલ ઉઠવાના શરૂ થયા કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંના જાહેરનામુ હોવા છતા નંબર પ્લેટ વગરના ટુવ્હીલરને પેટ્રોલ ક્યાંથી મળ્યુ. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો આ વીડિયો વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે વાહનના ચાલક અને પેટ્રોલ પંપના કર્મચારી સામે પણ ગુનો નોંધ્યો હતો. જે બાદ બાઈકના ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે અને નિયમનું પાલન કરવામાં આવ્યુ છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને બર્થ ડેટ કેટલી વાર બદલી શકાય? જાણો નિયમો
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
