સૂતી વખતે જો આ 6 લક્ષણો દેખાય તો સમજી જાઓ કે તે કિડનીની ખરાબીના સંકેત છે, તુરંત ડૉક્ટરનો કરો સંપર્ક
દિવસભરના થાક બાદ આપણે રાત્રે સારી નીંદર આવવાની આશાએ સૂવા માટે બેડમાં જઈએ છીએ. પરંતુ જો આપણી ઊંઘ જ આપણને આપણા સૌથી મોટા રોગ વિશે સંકેત આપી રહી હોય તો? આપણી કિડની, જો ચુપચાપ શરીરને સાફ રાખવાનું કામ કરે છે. જો જવાબ દેવા લાગે તો સૌથી પહેલા તેના સંકેત રાત્રે જોવા મળે છે.

રાત્રે વારંવાર બાથરૂમ જવું પડે તો એ સામાન્ય લક્ષણ નથી. જો તમે દર બે-ત્રણ કલાકે પેશાબ કરવા ઉઠો છો, તો આ સ્પષ્ટ સંકેત હોઈ શકે છે કે તમારી કિડની તેમની ફિલ્ટરિંગ શક્તિ ગુમાવી રહી છે.

જ્યારે તમે ઊંઘીને પછી જાગો છો અને જોશો કે તમારા પગમાં સોજો આવી ગયો છે, તો સાવધાન રહો. જ્યારે કિડની યોગ્ય રીતે પાણી બહાર કાઢી શકતી નથી, ત્યારે શરીરમાં, ખાસ કરીને પગમાં પ્રવાહી એકઠું થવા લાગે છે.

રાત્રે બેચેની અને ઊંઘ ન આવવી: જો તમારે રાત્રે વારંવાર કરવટ લેવી પડે, જાગતા રહેવું પડે, અથવા શરીરમાં વિચિત્ર બેચેની અનુભવવી પડે, તો આ કિડની સાથે સંકળાયેલી ચેતાઓની ખામીનો સંકેત હોઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ : જ્યારે કિડની ફેલ થાય છે, ત્યારે શરીરમાં પ્રવાહી જમા થઈ શકે છે, જે ફેફસાં સુધી પહોંચે છે. ઊંઘ દરમિયાન તેની અસર વધુ દેખાય છે. ખાસ કરીને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ એ એક ચેતવણીનો સંકેત છે.

ઊંઘ દરમિયાન વારંવાર સ્નાયુઓમાં ખેંચાણ: ઊંઘ દરમિયાન સ્નાયુઓનું જકડાઈ જવું અથવા અચાનક ધક્કો લાગવો એ ફક્ત થાક ન હોઈ શકે. તે કેલ્શિયમ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનો સંકેત હોઈ શકે છે, જે કિડની ફેલ્યોરને કારણે થાય છે.

થાક અને ભારે માથું: જો આખી રાતની ઊંઘ પછી પણ, તમે સવારે ઉઠતાની સાથે જ ભારે માથું અનુભવો છો, સતત થાક લાગે અને દિવસભર સુસ્તી રહે તો આ સંકેત તમારી કિડની શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં સક્ષમ નથી તેનો છે.
સિક્કિમને બચાવવાની તાતી જરૂર, જો એ આમ જ મૌસમનો માર સહેતુ રહેશે તો એક હતુ સિક્કિમ કહેવુ પડશે- આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































