Mukesh Ambaniની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો MS Dhoni, Photos થયા Viral
આ અભિયાનના શૂટિંગ દરમિયાન વરગંતીએ ધોનીને બિહારના કારીગર અંબિકા દેવીએ બનાવેલું મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. ધોની 45 સેકન્ડના વીડિયોમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળશે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોનીનું સ્વાગત કરતાં JioMart CEO સંદીપ વરાગંતીએ કહ્યું, 'એમએસ ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યોગ્ય પસંદગી છે. તેમનું વ્યક્તિત્વ જીઓમાર્ટ જેટલું વિશ્વસનીય છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ જીયોમાર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. જીયોમાર્ટે પોતાના ફેસ્ટિવ કેમ્પેનનું નામ બદલીને 'જીયો ઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઈન્ડિયા' કરી દીધું છે.

માહીએ કહ્યું, 'ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે, JioMartનું 'Jio ઉત્સવ અભિયાન' એ ભારત અને તેના લોકોની ઉજવણીનું પ્રતીક છે. હું JioMart સાથે જોડાઈને અને લાખો ભારતીયોની શોપિંગ યાત્રાનો ભાગ બનવા માટે અત્યંત ઉત્સાહિત છું.

આ અભિયાનના શૂટિંગ દરમિયાન વરગંતીએ ધોનીને બિહારના કારીગર અંબિકા દેવીએ બનાવેલું મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. ધોની 45 સેકન્ડના વીડિયોમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળશે.

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોનીનું સ્વાગત કરતાં JioMart CEO સંદીપ વરાગંતીએ કહ્યું, 'એમએસ ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યોગ્ય પસંદગી છે. તેમનું વ્યક્તિત્વ જીઓમાર્ટ જેટલું વિશ્વસનીય છે.

JioMart પ્લેટફોર્મમાં અર્બન લેડર, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ જ્વેલ્સ, હેમલી સહિત રિલાયન્સની માલિકીની ઘણી બ્રાન્ડની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. હાલમાં જિયોમાર્ટના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 1000થી વધુ કારીગરોની લગભગ 1.5 લાખ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે.