AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio-Airtelની બાદશાહત ખતરામાં ! 17 વર્ષ બાદ આ ટેલિકોમ કંપનીએ કર્યું જોરદાર કમબેક

હવે ટેલિકોમ સેક્ટરમાં એક યુદ્ધ શરૂ થશે, જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. Jio અને Airtelનું શાસન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. એનું એક કારણ છે. ટેલિકોમ સેક્ટરની એક મોટો દિગ્ગજ કંપની ફરી જાગી ગઈ છે

| Updated on: Feb 15, 2025 | 4:18 PM
Share
દેશની બે સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ Jio અને Airtelનું વર્ચસ્વ જોખમમાં મુકાઈ ગયુ છે. તેનું સૌથી મોટું કારણ છે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો એ દિગ્ગજ, જે 17 વર્ષ પછી કમબેક કર્યું છે. આ કંપની બીજી કોઈ નહીં પણ BSNL છે. જે 17 વર્ષ બાદ પ્રોફિટમાં આવી છે.

1 / 7
મળતી માહિતી મુજબ કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પછી, સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે જોવામાં આવ્યું કે દેશની સરકારી ટેલિકોમ કંપની 17 વર્ષ બાદ પ્રોફિટમાં આવી ગઈ છે. તેના ઘણા કારણો છે જેમાં પ્રથમ, કંપની હવે ફરી એકવાર તેની જૂની જમીન શોધવામાં સફળ થઈ છે.

2 / 7
તે સિવાય બીજું, દેશની જનતા ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપની પર વિશ્વાસ કરવા લાગી છે. ત્રીજું, લોકો ખાનગી કંપનીઓના મોંઘા પ્લાનને બદલે BSNLના સસ્તા પ્લાન તરફ વળવા લાગ્યા છે. ચોથું, BSNLનું નેટવર્ક અને ઈન્ફ્રા સતત સુધરી રહ્યું છે.

3 / 7
છેલ્લો સંકેત એ છે કે હવે BSNL દેશની ખાનગી ટેલિકોમ કંપનીઓની મોટી હરીફ તરીકે ઉભરી રહી છે. નિષ્ણાતોના મતે, BSNL જે સ્પીડથી પોતાની જાતને રિકવર કરી રહી છે તે એકદમ અકલ્પનીય છે. આ આગામી દિવસોમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે મોટા પ્રશ્નો ઉભા કરી શકે છે.

4 / 7
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNLએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 262 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ સાથે કંપની લગભગ 17 વર્ષ પછી પ્રોફિટમાં આવી છે. તેમણે આને જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની માટે ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું છે,

5 / 7
BSNLના ત્રિમાસિક પરિણામો પર મંત્રીએ કહ્યું કે આજનો દિવસ BSNL માટે અને ભારતમાં ટેલિકોમ સેક્ટરની યાત્રા માટે મહત્વપૂર્ણ છે. BSNLએ નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 17 વર્ષમાં પ્રથમ વખત ત્રિમાસિક ધોરણે નફો નોંધાવ્યો છે. છેલ્લી વખત BSNLએ 2007માં ત્રિમાસિક નફો કર્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો અંદાજે રૂ. 262 કરોડ છે.

6 / 7
એક રીતે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં Jio અને Airtelનું શાસન જોવા મળી રહ્યું હતું. ત્યારે હવે BSNL નફામાં આવ્યા બાદ બજારમાં સ્પર્ધા વધવાની અપેક્ષા ફરી એકવાર વધી ગઈ છે. BSNL સતત એવી ઑફર્સ લઈને આવી રહ્યું છે જે એરટેલ અને જિયોને ટક્કર આપી રહી છે. જેના કારણે લોકો JIO-AIRTEL છોડી BSNL તરફ વળવા લાગ્યા છે અને તેની ખોટ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીને થઈ રહી છે

7 / 7

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">