Jamnagar : રીવાબા જાડેજાએ ચૂંટણી પહેલા મેળવ્યા સંતોના આર્શીવાદ, ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળોની લીધી મુલાકાત
ગુજરાત ઇલેક્શન 2022 : ચૂંટણીની જાહેરાત પછી ગુજરાતમાં એક પછી એક રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં લોકશાહીનો મહાપર્વ શરુ થયો છે.

ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતમાં હવે લોકશાહીનો મહાપર્વ શરુ થતા ગજબનો માહોલ સર્જાયો છે. તેવામાં જામનગરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પણ ચૂંટણી પ્રચાર પહેલા સંતોના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને આ ચૂંટણીમાં ભાજપ તરફથી જામનગર બેઠક માટે ટિકિટ મળી છે.

ઉમેદવાર તરીકે નામ જાહેર થયાના બીજા દિવસે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા તેઓ ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળો એ પહોંચી ધર્મગુરુ, સાધુ, સંતોના આર્શીવાદ મેળવ્યા હતા.

જામનગર શહેરની 6 બેઠક પૈકીની 2 બેઠકો પર ભાજપે બે નવા યુવા શિક્ષિત ચેહરાને ચૂંટણીના મેદાનમા ઉતાર્યા છે. જેમાં પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરી અને સેલિબ્રિટી શિક્ષિત યુવા મહિલા રીવાબા રવિન્દ્ર જાડેજાના નામ જાહેર કરાયા છે.

ભાજપ તરફથી પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરીને જામનગર દક્ષિણ અને રીવાબા જાડેજાને જામનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.