IRCTC: સુંદર કાશ્મીરની વાદીઓ ફરવા માટે IRCTC લાવ્યું છે શાનદાર ટૂર પેકેજ, સાથે મળશે લક્ઝુરિયસ સુવિધાઓ
IRCTC Kashmir Tour Package 2023: કાશ્મીરને પૃથ્વી પર સ્વર્ગનું નામ આપવામાં આવ્યું છે. અહીંના બરફથી ઢંકાયેલા પહાડો અને સરોવરો કાશ્મીરની સુંદરતામાં વધારો કરે છે. કાશ્મીરને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. જો તમે પણ સુંદર કાશ્મીર જોવા માંગો છો. તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.

આ ટુર પેકેજની શરુઆત 25 જુલાઈ 2023થી થઈ રહી છે. પેકેજ અંતર્ગત પ્રવાસ કરતી વખતે ખાવા પીવાની ચિંતા કરવાની જરુર નથી. આઈઆરસીટીસી દ્વારા તમને ખાવા પીવાથી લઈ રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે.

આ પેકેજ હેઠળ તમને ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર અને સોનમર્ગ જવાની તક મળી રહી છે.પ્રવાસીઓને આ ટૂર પેકેજ હેઠળ ઘણી લક્ઝુરિયસ સુવિધાઓ પણ મળી રહી છે. ચાલો આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ (photo : en.wikipedia.org)

આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ BAHAR-E-KASHMIR (EHA028P) છે, આ પેકેજ અંતર્ગત તમને કુલ 6 રાત્રી અને 7 દિવસની મુસાફરી કરવાની તક મળી રહી છે. (photo : www.veenaworld.com)

આ એક એર ટુર પેકેજ છે. જેમાં તમને ફ્લાઈટથી યાત્રા કરવાની તક મળશે. આ ફ્લાઈટ પેકેજથી મુસાફરી કર્યા બાદ કાશ્મીરમાં તમને બસ દ્વારા પ્રવાસન સ્થળો પર લઈ જવામાં આવશે. (https://www.vogue.in)

જો તમે આ ટુર પર એકલા જવા માંગો છો. તો તમારે પ્રતિ વ્યક્તિ 63,800 રુપિયા ચૂકવવા પડશે. જો તમે 2 લોકો આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 53,900 રુપિયા ચૂકવવા પડશે. અને જો તમે ત્રણ લોકો આ મુસાફરી કરવા માંગો છો તો તમારે 52,100 રુપિયા ચૂકવવા પડશે. આ પેકેજ સાથે જોડાયેલી વધુ માહતી આ https://www.irctctourism.com/pacakage_description?packageCode=EHA028P લિંક પરથી મળશે. (www.holidify.com)