ભારતના આ ટોપ 5 શહેરમાં નોકરી કરવા પર મળે છે લાખો રૂપિયાના પેકેજ, જાણી લો નામ
ભારતમાં ટેકનોલોજી અને ઉદ્યોગના વિકાસ સાથે ઊંચા પગારવાળી નોકરીઓની તકો વધી છે. આ અહેવાલ દેશના ટોચના શહેરોની ઓળખ કરે છે જ્યાં ઉત્તમ રોજગાર મળે છે.

ભારત ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વિકાસ સાથે ઊંચા પગારવાળી નોકરીઓ માટેના અવસર પણ વધી રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું કે દેશના કયા શહેરોમાં લોકોને સૌથી વધુ વેતન અને ઉત્તમ રોજગારની તક મળે છે.

બેંગલુરુ (કર્ણાટક): કર્ણાટકની રાજધાની બેંગલુરુને ભારતની “સિલિકોન વેલી” તરીકે ઓળખવામાં આવે છે. અહીં અનેક મોટી આઈટી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સ્થાયી છે, જે હજારો એન્જિનિયરોને આકર્ષે છે. ટેક ઉદ્યોગના ઝડપી વિકાસને કારણે અહીં સરેરાશ માસિક વેતન ₹1,269 સુધી પહોંચી ગયું છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રોમાં ₹10 લાખથી વધુના પેકેજ સામાન્ય છે.

દિલ્હી (રાષ્ટ્રીય રાજધાની): દેશની રાજધાની દિલ્હી સરકાર, આઈટી, ફાઇનાન્સ અને કોર્પોરેટ ક્ષેત્રની અગ્રણી કંપનીઓનું કેન્દ્ર છે. અહીં સરેરાશ દૈનિક વેતન ₹1,346 નોંધાયું છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધારે ગણાય છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને આકર્ષક અને ભારે પેકેજો આપે છે.

ગુરુગ્રામ અને ફરીદાબાદ (હરિયાણા): હરિયાણાનું ગુરુગ્રામ “સાયબર સિટી” તરીકે જાણીતા છે. અહીં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ₹8 લાખથી ₹12 લાખ સુધીના વાર્ષિક પેકેજ આપે છે. બીજી તરફ, ફરીદાબાદ એક જૂનું ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં મોટી ઉત્પાદન કંપનીઓ સ્થિત છે. અહીં કર્મચારીઓનું સરેરાશ વેતન આશરે ₹1,154 જેટલું છે.

મુંબઈ (મહારાષ્ટ્ર): મુંબઈ ભારતની નાણાકીય રાજધાની તરીકે ઓળખાય છે. ફાઇનાન્સ, મનોરંજન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં અહીં મોટી તકો ઉપલબ્ધ છે. મુંબઈમાં કામ કરતા લોકોની સરેરાશ આવક ₹1,231 સુધી પહોંચી છે. આ શહેર નોકરી અને રોકાણ બંને માટે અગ્રેસર છે.

હૈદરાબાદ (તેલંગાણા): તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ઝડપથી ઉદ્યોગ અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. અહીં IT, બાયોટેક અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં રોજગારની તકો ઉપલબ્ધ છે. હૈદરાબાદમાં સરેરાશ પગાર ₹1,192 સુધી નોંધાયો છે, જ્યારે અનેક પ્રોફેશનલ્સને ₹8 થી ₹10 લાખ સુધીના વાર્ષિક પેકેજ મળી રહ્યા છે.
ભારતીય મૂળના 22 વર્ષના યુવાને માર્ક ઝુકરબર્ગને છોડ્યા પાછળ, બન્યો સૌથી નાની ઉમરનો અમીર વ્યક્તિ
