ભારતનું પ્રથમ એરપોર્ટ ક્યાં આવેલું છે ? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો કરવામાં આવતો હતો ખાસ ઉપયોગ
પરિવહનનું સૌથી ઝડપી માધ્યમ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું છે. ફ્લાઇટના કારણે જ વિશ્વના એક દેશથી બીજા દેશમાં જવાનું સરળ બન્યું છે. આપણે બધા જાણીએ છીએ કે એરપોર્ટ વિના ફ્લાઈટ્સનું ટેકઓફ કરવું શક્ય નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતનું પહેલું એરપોર્ટ ક્યાં આવેલું છે અને તેનું નામ શું છે ?

પરિવહનનું સૌથી ઝડપી માધ્યમ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું છે. ફ્લાઇટના કારણે જ વિશ્વના એક દેશથી બીજા દેશમાં જવાનું સરળ બન્યું છે. આપણે બધા જાણીએ છીએ કે એરપોર્ટ વિના ફ્લાઈટ્સનું ટેકઓફ કરવું શક્ય નથી.

દરેક દેશમાં ઘણા અદ્ભુત એરપોર્ટ છે, જેની ગણતરી ટોચના એરપોર્ટમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનું પહેલું એરપોર્ટ ક્યાં છે અને તેનું નામ શું છે ? ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.

ભારતના પ્રથમ એરપોર્ટનું નામ જુહુ એરોડ્રોમ છે. જેની સ્થાપના વર્ષ 1928માં કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, તે મુંબઈમાં આવેલું છે અને તેને વર્ષ 1928માં વિલે પાર્લે એવિએશન ક્લબના નામથી ખોલવામાં આવ્યું હતું. જો કે, હવે અહીં સામાન્ય નાગરિકો માટે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી નથી.

પ્રથમ ફ્લાઇટ 92 વર્ષ પહેલા 1932માં લેન્ડ થઈ હતી. જે કરાચીથી મુંબઈ આવી હતી. આ ફ્લાઈટમાં ભારતના સૌથી મોટા બિઝનેસમેન જેઆરડી ટાટા હતા. તમને જણાવી દઈએ કે, આ એરપોર્ટ 1920ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. (Image - mumbaiheritage)

મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલું એરપોર્ટ હાલમાં ફક્ત વીઆઈપી ફ્લાઈટ્સ અને હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. એટલું જ નહીં જુહુ એરપોર્ટ બીજા વિશ્વ યુદ્ધ સુધી મુંબઈના મુખ્ય એરપોર્ટ તરીકે કામ કરતું હતું. આ સમય દરમિયાન એરપોર્ટનો ઉપયોગ સૈન્ય હેતુઓ માટે થતો હતો.

એરપોર્ટ એક સમયે 6 હેલિકોપ્ટર ઓપરેશનને હેન્ડલ કરી શકે છે અને હાલમાં એક દિવસમાં લગભગ 100 હેલિકોપ્ટર ઓપરેશનને હેન્ડલ કરી શકે છે. આ સાથે તમને જણાવી દઈએ કે આ એરપોર્ટને કોમર્શિયલ એરપોર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પ્લાન સફળ થયો ન હતો.
