Vadodara : ગુરૂ ભક્તિ મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે આપી હાજરી, જુઓ PHOTOS
મુખ્યમંત્રીએ કહ્યું કે,ગોવિંદ સુધી પહોંચવાનું માધ્યમ ગુરુ છે એટલે જ ગુરુનું સ્થાન ગોવિંદ સાથે મૂક્યું છે. સાથે જ સંતો તેમને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી મુખ્યમંત્રીએ નમ્ર યાચના કરી હતી.

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 88 મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ સંતોની આશિષ વર્ષામાં અભિભૂત થયા હતા.

આ ખાસ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સંતો તેમને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી યાચના કરી હતી.

ગુરુનો મહિમા સમજાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, ગુરુ જ ગોવિંદ સુધી પહોંચાડે છે એટલે જ ગુરુને ગોવિંદની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ધર્મ વગરનું વિજ્ઞાન માત્ર વિનાશ નોંતરે છે.ધર્મ જીવનના પ્રશ્નોનો ઉકેલ આપે છે.દરેક જગ્યાએ અને જીવનમાં દરેક તબક્કે ધર્મ અને ગુરુનું માર્ગદર્શન જરૂરી છે.સાથે જ તેમણે પ્રધાનમંત્રીશ્રીના અનુરોધ ને યાદ કરાવતા સૌ ને આઝાદીના અમૃત પર્વ વર્ષમાં 75 કલાક રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો અનુરોધ કર્યો હતો.

બાદમાં ધર્મ સભામાં યુવાનોએ આઝાદીના અમૃત પર્વે દેશ માટે 75 કલાક સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો.