Gujarati NewsPhoto galleryIn Meerut, a wife along with her lover killed her husband, stuffed the body in a drum and sealed the drum with cement
પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, લાશ ડ્રમમાં ભરી ડ્રમ સિમેન્ટથી સીલ કરી જતી રહી શિમલા ફરવા
મેરઠમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને ડ્રમમાં ભરી ડ્રમને સિમેન્ટથી બંધ કરી દીધુ. હત્યા બાદ બંને શિમલા ફરવા ગયા હતા. 14 દિવસ બાદ પત્નીએ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે માતાની મદદ માંગી હતી, જેના કારણે હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લાશ કબજે કરી હતી.
મેરઠની એક ખતરનાક ઘટના સામે આવી છે. એક મહિલાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી. મૃતદેહના ટુકડા કરી ડ્રમમાં ભરીને સિમેન્ટથી બંધ કરીને સીલ કરી દિધા. જે બાદ તે તેના પ્રેમી સાથે શિમલાને ફરવા જતી રહી. શિમલાથી પરત ફર્યાના 14 દિવસ બાદ હત્યાનો પર્દાફાશ થયો.પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. ઘરની અંદરથી ડ્રમ જપ્ત કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. વાસ્તવમાં ડ્રીલ મશીન વડે સિમેન્ટ તોડીને પણ લાશ કાઢવી પણ મુશ્કેલ બની હતી. પોસ્ટમોર્ટમ હાઉસમાં ડ્રીલથી ડ્રમ કાપવામાં આવ્યુ હતું.
1 / 6
મેરઠના ઈન્દ્રનગર વિભાગ 2, બ્રહ્મપુરીમાં રહેતા મુન્ના લાલ ઈન્ડિયન ઓઈલ કંપનીમાંથી નિવૃત્ત થયા. તેમનો પુત્ર સૌરભ કુમાર મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હતો. 2015માં સૌરભ કુમારને ગૌરીપુરાની રહેવાસી મુસ્કાન રસ્તોગી સાથે પ્રેમ થયો હતો. બંનેએ 2016માં લગ્ન કર્યા હતા.
2 / 6
મુસ્કાનના પિતા પ્રમોદ રસ્તોગી અને સૌરભના પિતા મુન્ના લાલના પરિવારજનો આ લગ્નને સ્વીકારતા ન હતા. તે પછી પણ મુન્નાલાલે સૌરભ અને મુસ્કાનને ઘરમાં જગ્યા આપી. તે સમયે સૌરભ મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હતો. મુસ્કાનના પ્રેમમાં સૌરભે નોકરી છોડી દીધી હતી. જે બાદ ઘરમાં વિવાદ શરૂ થયો હતો.પરિવારના સભ્યોએ સૌરભને બેદખલ કરી દિધો. ત્યારબાદ મુસ્કાન અને સૌરભ ઈન્દ્રનગરના ફેસ વનમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. ત્યારે સૌરભે પોતાના નામની આગળ રસ્તોગી સરનેમ લગાવી. 2019માં મુસ્કાને દીકરી પીહુને જન્મ આપ્યો હતો. જે બાદ 2023માં સૌરભ લંડન મોલમાં સેલ્સમેન તરીકે કામ કરવા ગયો.
3 / 6
સૌરભ 26 ફેબ્રુઆરીએ લંડનથી ઘરે આવ્યો. 28 ફેબ્રુઆરીએ દીકરી પીહુનો જન્મદિવસ ઉજવ્યો. સૌરભ લંડન ગયા પછી મુસ્કાનને ઈન્દ્રનગરમાં રહેતા શાહિલ શુક્લા સાથે પ્રેમ થઈ ગયો. અચાનક સૌરભને મુસ્કાન અને શાહિલના સંબંધો વિશે માહિતી મળી.હવે મુસ્કાનને સૌરભ નડતરરૂપ લાગવા લાગ્યો.ત્યારબાદ મુસ્કાને શાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. 4 માર્ચે સૌરભની ઘરની અંદર હત્યા કરવામાં આવી. મૃતદેહના ટુકડા કર્યા બાદ તેને એક ડ્રમમાં મૂકીને ઉપર સિમેન્ટ વડે સીલ કરવામાં આવ્યા. તે પછી મુસ્કાન અને શાહિલ શિમલામાં ફરવા ગયા. ત્યાંથી ચૌદ દિવસ ઘરે પરત ફર્યા.
4 / 6
સૌરભના બેંક ખાતામાં છ લાખની રકમ હતી. મુસ્કાન અને શાહિલ આ રકમ ઉપાડી શક્યા ન હતા. ત્યારબાદ મુસ્કાન તેના મામાના ઘરે ગૌરીપુરા ગઈ હતી. તેણે તેની માતા કવિતા રસ્તોગીને બેંક ખાતામાંથી પૈસા મેળવવા માટે મદદ માંગી. ત્યારબાદ મુસ્કાને તેની માતાને સમગ્ર ઘટનાની જાણકારી આપી.
5 / 6
જે બાદ કવિતા રસ્તોગી બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસે મુસ્કાન અને શાહિલ શુક્લાની ધરપકડ કરી હતી. તેમની સૂચનાથી ડ્રમ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું.
6 / 6
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.