પતિએ 8 મહિનાનો ગર્ભ ધરાવતી પત્નીની કરી હત્યા, થોડા અઠવાડિયામાં થવાની હતી પ્રસૂતિ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. અનુષા અને જ્ઞાનેશ્વર નામના આ દંપતી લગ્ન બે વર્ષ પહેલા થયા હતા.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. અનુષા અને જ્ઞાનેશ્વર નામના આ દંપતી લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંને વચ્ચે કોઈ ઘરેલુ મુદ્દાને લઈને ઝઘડો થયો અને આ દરમિયાન, જ્ઞાનેશ્વરે અનુષાનું ગળું દબાવી દીધું, જે થોડા અઠવાડિયામાં જ બાળકને જન્મ આપવાની હતી.

જ્ઞાનેશ્વર સાગર નગર વ્યૂપોઇન્ટ પાસે ફાસ્ટ-ફૂડ સ્ટોલ ચલાવતા હતો, હત્યા બાદ તેણે મિત્રોને બોલાવ્યા અને પત્નીની તબિયત ખરાબ છે એ કહિ હોસ્પિટલ લઇ જવા કહ્યુ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.તેના મૃતદેહને KGH શબઘરમાં રાખવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય અનુષા અને તેના પતિ વચ્ચે પીએમ પાલમના ઉડા કોલોનીમાં તેમના ઘરે ગંભીર ઝઘડો થયો હતો. ગુસ્સામાં, જ્ઞાનેશ્વરે અનુષાનું ગળું દબાવીને હત્યા કરી હતી, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. પોતાના કૃત્યની ગંભીરતા સમજીને,તને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી.

આ દુર્ઘટનાને વધુ હૃદયદ્રાવક બનાવતી વાત એ છે કે અનુષા બાળકને જન્મ આપવાના થોડા અઠવાડિયા જ દૂર હતી. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનારા આ દંપતી વચ્ચે ઘણીવાર મતભેદ થતા હતા.

જ્ઞાનેશ્વરે પીએમ પાલમ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો. અનુષાની માતા અને મિત્રોએ જ્ઞાનેશ્વર માટે કડક સજાની માંગ કરી અને કહ્યું કે આવું બીજી કોઈ મહિલા સાથે ન થવું જોઈએ.
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. ક્રાઇમની આવા જ તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
