AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI પ્રૂડેન્શિયલનું બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, માત્ર 500 રૂપિયાથી કરી શકો છો રોકાણ

ઇક્વિટી અને ડેટાના ખાસ કોમ્બિનેશન સાથે નવો NFO 14 જુલાઈ સુધી ખુલ્લો રહેશે, ફંડ મેનેજર્સની મજબૂત ટીમ હેન્ડલ કરશે પોર્ટફોલિયો.

| Updated on: Jul 06, 2026 | 8:39 PM
Share
ICICI પ્રૂડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે ICICI પ્રૂડેન્શિયલ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ છે જે માત્ર ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ સ્કીમમાં આર્બિટ્રાજની મંજૂરી રહેશે નહીં. ન્યૂ ફંડ ઓફર (NFO) 30 જૂનના રોજ ખુલ્યો છે અને 14 જુલાઈના રોજ બંધ થશે.

1 / 5
આ સ્કીમનો હેતુ એક એક્ટિવ સ્ટ્રેટેજી દ્વારા ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને કેપિટલ એપ્રિસિએશન અને ઇનકમ આપવાનો છે. ઇક્વિટીના મામલામાં ફંડ અલગ-અલગ માર્કેટ કેપિટલાઇઝેશન અને સેક્ટરમાં રોકાણ કરશે, જ્યારે ડેટના મામલામાં આ ડ્યુરેશન, એએએ (AAA)/સરકારી જામીનગીરીઓ અને ક્રેડિટના આધારે તકો શોધશે. પોર્ટફોલિયોનું મૂલ્યાંકન સમયાંતરે વેલ્યુએશન અને માર્કેટની સ્થિતિના આધારે કરવામાં આવશે અને ઇક્વિટી તથા ડેટમાં એલોકેશન કમાણી અને બોન્ડ યીલ્ડના આધારે નક્કી કરવામાં આવશે.

2 / 5
આવી રીતે તૈયાર થશે મોટું ફંડ: આ લોન્ચિંગ પર ICICI પ્રૂડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શંકરન નરેને જણાવ્યું હતું કે: ICICI પ્રૂડેન્શિયલ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડને ઇક્વિટી અને ડેટ એલોકેશન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં વર્તમાન બજારની સ્થિતિના આધારે પોર્ટફોલિયોનો 40-60% હિસ્સો આ બંનેમાંથી પ્રત્યેકને ફાળવવામાં આવે છે. અમારું માનવું છે કે આ સંતુલિત અભિગમ વર્તમાન વાતાવરણમાં વધુ સારી રીતે કામ કરવાની સાથે-સાથે રોકાણકારો માટે આવક ઊભી કરવામાં અને લાંબા ગાળે વેલ્થ (સંપત્તિ) બનાવવામાં પણ મદદ કરશે. ઇક્વિટીએ લાંબા ગાળે સંપત્તિ બનાવી છે, જોકે આ એસેટ ક્લાસમાં ઘટાડો અને ઉતાર-ચઢાવ સ્વાભાવિક છે. તેનાથી વિપરિત, ડેટ (ડેટ-આધારિત રોકાણ) સમય જતાં વધુ સ્થિર રિટર્ન આપે છે અને ઇક્વિટીની સરખામણીએ વધુ સ્થિરતા પ્રદાન કરે છે. કારણ કે આ બંને એસેટ ક્લાસ સામાન્ય રીતે એકસાથે એક જ દિશામાં નથી ચાલતા, તેથી તેમને એક જ પોર્ટફોલિયોમાં મેળવવાથી રોકાણનો અનુભવ વધુ સારો થઈ શકે છે. ઐતિહાસિક રીતે ઇક્વિટી અને ડેટના મિશ્ર પોર્ટફોલિયોએ ઇક્વિટીમાં ઘટાડા દરમિયાન ઓછું નુકસાન દર્શાવ્યું છે, જ્યારે સામાન્ય બજારની સ્થિતિમાં માત્ર ડેટની સરખામણીએ વધુ સારું રિટર્ન આપ્યું છે.

3 / 5
માત્ર 500 રૂપિયાથી કરી શકો છો રોકાણ: આ સ્કીમમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી રોકાણ કરી શકાય છે. ત્યાર પછી એક રૂપિયાના ગુણકમાં રોકાણ કરી શકો છો. ICICI પ્રૂડેન્શિયલ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડના બે વિકલ્પો ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન છે. આનો બેન્ચમાર્ક CRISIL હાઇબ્રિડ 50+50 – મોડરેટ ઇન્ડેક્સ છે. તેના ફંડ મેનેજર રોશન ચુટકી, મનીષ બંથિયા અને અખિલ કક્કડ છે. આ સ્કીમના સ્ટ્રક્ચર હેઠળ, ઇક્વિટી અને ડેટ, બંનેને 40-60% નું એલોકેશન મળે છે અને આર્બિટ્રાજ માટે કોઈ એલોકેશન હોતું નથી. આ જ બાબત સેબી દ્વારા નક્કી કરવામાં આવેલી ‘બેલેન્સ્ડ હાઇબ્રિડ’ કેટેગરીને ‘એગ્રેસિવ હાઇબ્રિડ’ કેટેગરી (65-80% ઇક્વિટી, 20-35% ડેટ) અને ‘કન્ઝર્વેટિવ હાઇબ્રિડ’ કેટેગરી (10-25% ઇક્વિટી, 75-90% ડેટ) થી અલગ પાડે છે.

4 / 5
શેરોનો ખાસ પોર્ટફોલિયો સામેલ હશે: ઇક્વિટી એલોકેશન: ટોપ-ડાઉન અને બોટમ-અપ પદ્ધતિઓને મેળવીને બનાવવામાં આવેલો શેરોનો એક ખાસ પોર્ટફોલિયો. આમાં એક તરફ મેક્રો બેકહરાઉન્ડ, સેક્ટર અને સબ-સેક્ટર સાયકલ, જીડીપી (GDP), મોંઘવારી, વ્યાજ દરો અને કરન્સીના ઉતાર-ચઢાવને મહત્વ આપવામાં આવે છે, તો બીજી તરફ કંપની-સ્પેસિફિક રિસર્ચ, નફો કમાવવાની ક્ષમતા, કેશ ફ્લો જનરેશન, ‘મોટ’ (સ્પર્ધાત્મક સરસાઈ) અને માંગ પર ધ્યાન આપવામાં આવે છે. ડેટ એલોકેશન: વ્યાજ દરો, ક્રેડિટ સ્પ્રેડ અને સમગ્ર અર્થતંત્ર પર ફંડના દ્રષ્ટિકોણના આધારે ક્રેડિટ અને ડ્યુરેશન સ્પેક્ટ્રમમાંથી સિક્યોરિટીઝ પસંદ કરવામાં આવે છે. આમાં સતત આવક મેળવવા માટે એક્રુઅલ વ્યૂહરચનાઓ અને ટેક્ટિકલ ડ્યુરેશન મેનેજમેન્ટનું મિશ્રણ હોય છે.

5 / 5

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

શેરબજારમાં કમાણીની ધમાકેદાર તક: આ અઠવાડિયે ખૂલશે 4 નવા IPO, 9 કંપનીઓનું થશે બમ્પર લિસ્ટિંગ

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">