AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્લેટફોર્મ પર ‘અમૂલ’નો જાદુ ! રેલવે સ્ટેશન પર પાર્લર ખોલીને કરો લાખોની કમાણી, જાણો કેવી રીતે મેળવવી ફ્રેન્ચાઇઝી અને કયા પ્રોડક્ટ પર મળશે સૌથી વધુ નફો

રેલવે પ્લેટફોર્મ પર અમૂલ પાર્લર ખોલવું એ નફાકારક સોદો સાબિત થઈ શકે છે. હજારો મુસાફરોની અવરજવર વચ્ચે આઈસ્ક્રીમ અને દૂધ વેચીને તમે મહિને લાખોની કમાણી કરી શકો છો. જાણો સંપૂર્ણ પ્રોસેસ.

| Updated on: Apr 08, 2026 | 4:04 PM
Share
જો તમે રેલવે પ્લેટફોર્મ પરથી પસાર થતા હોવ, તો તમે ચોક્કસપણે અમૂલના ડેરી બૂથ જોયા હશે. મુસાફરો બ્રાન્ડ પર ભરોસો કરતા હોવાથી અહીં વેચાણ ખૂબ જ વધારે હોય છે. જો તમે પણ રેલવે સ્ટેશન પર પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો અમૂલ રેલવે પાર્લર એક શાનદાર વિકલ્પ છે. અહીં ગ્રાહકો શોધવા જવા પડતા નથી, પણ ગ્રાહકો પોતે તમારી પાસે આવે છે.

1 / 6
રેલવે સ્ટેશન પર જ કેમ?: રેલવે સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં ચોવીસ કલાક લોકોની ભીડ રહે છે. ખાસ કરીને ઉનાળામાં ઠંડા પીણા અને આઈસ્ક્રીમની ડિમાન્ડ એટલી હોય છે કે સ્ટોક ખાલી થઈ જાય છે. અમૂલ રેલવે ફ્રેન્ચાઇઝીની ખાસિયત એ છે કે તે પ્લેટફોર્મ પર જ ખોલી શકાય છે, જેના કારણે પ્રોફિટ માર્જિન અને વેચાણ બંનેમાં મોટો ફાયદો મળે છે.

2 / 6
પાર્લર કેવી રીતે મેળવવું?: આ બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે રેલવે વિભાગ પાસેથી પ્લેટફોર્મ પર જગ્યાનું એલોટમેન્ટ મેળવવું પડશે. એકવાર રેલવે લાયસન્સ મળી જાય પછી તમારે અમૂલનો સંપર્ક કરવાનો રહેશે. સિક્યોરિટી ડિપોઝિટ: અમૂલને ₹1 લાખ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે આપવા પડશે, જે રિફન્ડેબલ હોય છે. ખર્ચ: સ્ટોલ અથવા કિઓસ્ક બનાવવા માટે આશરે ₹2.5 લાખથી ₹4 લાખનો ખર્ચ થાય છે. આ ઉપરાંત સાધનો માટે ₹50,000 અલગથી રાખવા પડશે. સાધનો: તમારે આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝર અને ડેરી પ્રોડક્ટ્સ માટે વિઝીકૂલરની જરૂર પડશે.

3 / 6
કમાણી અને માર્જિનનું ગણિત: અમૂલ પાર્લરમાં અલગ-અલગ વસ્તુઓ પર અલગ-અલગ પ્રોફિટ માર્જિન મળે છે: દૂધની કોથળી: 2.5% માર્જિન. ઘી, બટર, ચીઝ અને શ્રીખંડ: 10% માર્જિન. આઈસ્ક્રીમ: સૌથી વધુ ફાયદો આઈસ્ક્રીમમાં છે, જેમાં તમને સીધું 20% માર્જિન મળે છે. અન્ય પ્રોડક્ટ્સ: કેટલીક વસ્તુઓ પર તો 50% સુધીની બચત થઈ શકે છે.

4 / 6
ધ્યાનમાં રાખવા જેવી બાબતો: રેલવે સ્ટેશન પર પાર્લર મળ્યા પછી તેને ચલાવવાનો અને મેઈન્ટેનન્સનો ખર્ચ તમારે પોતે ઉઠાવવાનો રહેશે. જો તમને કોઈ મોટું જંક્શન કે વ્યસ્ત પ્લેટફોર્મ મળે છે, તો તમારી કમાણીની કોઈ મર્યાદા નથી. ગુણવત્તા અને વિશ્વાસને કારણે લોકો બીજા લોકલ વેન્ડર કરતા અમૂલ પાર્લર પરથી ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે.

5 / 6
જો તમારી પાસે થોડું રોકાણ અને મહેનત કરવાની તૈયારી હોય, તો રેલવે સ્ટેશન પરનું આ અમૂલ પાર્લર તમારી કિસ્મત બદલી શકે છે.

6 / 6

Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

ઉનાળાની ગરમીમાં ‘ઠંડો’ બિઝનેસ ! માત્ર ₹2 લાખમાં શરૂ કરો આ ફેક્ટરી અને દર મહિને કમાઓ ₹50,000 સુધીનો નફો, જાણો કેવી રીતે શરૂ કરવું

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

g clip-path="url(#clip0_868_265)">