Plant In Pot : ઘરે મૂળાનો છોડ ઉગાડવા અપનાવો આ ટીપ્સ, જાણો
આજકાલ મોટાભાગના લોકોમાં કિચન ગાર્ડનિંગનો શોખ વધતો જાય છે. જો તમે પણ ઘરે છોડ ઉગાડતા હોવ તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાથી તમને ઘણો લાભ મળી શકે છે. આજે અમે મૂળા ઉગાડતી વખતે આ બાબતો ધ્યાન રાખવી જોઈએ.

મૂળાનો છોડ ઝડપથી ઉગતો છોડ છે. તેમને કુંડામાં ઉગાડવાનું સરળ છે પરંતુ થોડી કાળજી રાખી પડે છે. થોડી સાવચેતીઓ રાખીને, તમે 25-40 દિવસમાં તાજા, લીલા અને સ્વાદિષ્ટ મૂળા લણણી કરી શકો છો.

છોડ ઉગાડવા માટે સૌથી પહેલા 12-14 ઇંચ ઊંડાઈ વાળુ કૂંડુ લો. ત્યારબાદ તમે સારી ગુણવત્તાવાળી માટી તૈયાર કરો. તેમાં થોડાક પ્રમાણમાં રેતી અને ખાતર ઉમેરો.

હવે માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના પર માટી નાખો. હવે માટીમાં પાણી નાખો. છોડમાં સમયસર પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.

મૂળાને ઓછામાં ઓછા 4-6 કલાક સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તેઓ આંશિક છાંયડામાં ઉગી શકે છે, પરંતુ સંપૂર્ણ સૂર્યપ્રકાશ પાંદડાને લીલા અને સ્વસ્થ રાખે છે.

મૂળા બીજ વાવ્યા પછી 25-40 દિવસ પછી લણણી માટે તૈયાર હોય છે. મૂળાને જમીનમાંથી દૂર કરતી વખતે, મૂળ તૂટવાનું ટાળવા માટે ધીમેધીમે ખોદકામ કરો.

કુંડામાં ઉગાડવામાં આવતા મૂળાને નિયમિતપણે કાપણી કરો. વધુ પડતો ભેજ અથવા વારંવાર પાણી આપવાથી તે સડી શકે છે. જો ફૂલો દરમિયાન જીવાતો અથવા રોગો દેખાય, તો કાર્બનિક જંતુનાશકનો ઉપયોગ કરો.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
