જીન્સ પેન્ટમાં કેમ આપેલુ હોય છે નાનકડુ ખિસ્સું

05 June 2026

By. Mina Pandya

જીન્સ પેન્ટમાં તમે નોંધ્યું હશે કે બે ખિસ્સા હોય છે, તેની અંદર પણ એક નાનું પોકેટ એટલે કે ખિસ્સું હોય છે. પછી ભલે તે સામાન્ય જીન્સ હોય કે બ્રાન્ડેડ જીન્સ

By. Mina Pandya

સામાન્ય રીતે લોકો તેમાં પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ નાનું ખિસ્સું પેન ડ્રાઈવ, સિક્કા કે ઍર ડોપ્સ રાખવા માટે બનાવવામાં જ નથી આવ્યુ.

By. Mina Pandya

ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે જીન્સની શોધ ખાણ કામ કરતા કામદારો માટે થઈ હતી. તે સમયની વાત કરીએ તો ત્યારે ટ્રેન્ડ હતો પોકેટ વોચ નો. ખાણમાં કામ કરતા કામદારોને ભારે તોડફોડ અને ખોદકામનું કામ કરવાનું હોય છે. 

By. Mina Pandya

 150 વર્ષ જૂના ઇતિહાસ અનુસાર, 1873માં જ્યારે લેવી સ્ટ્રોસ (Levi Strauss) અને જેકોબ ડેવિસે જીન્સ બનાવવાની શરૂઆત કરી, ત્યારે તેને મજૂરો અને કાઉબોય પહેરતા હતા. તે સમયે કાંડા ઘડિયાળ નહોતી, લોકો ચેઈન વાળી ખિસ્સા ઘડિયાળ (Pocket Watch) રાખતા.

By. Mina Pandya

આ ઘડિયાળ તૂટી ન જાય અને સુરક્ષિત રહે તે માટે આ ખાસ નાનું પોકેટ બનાવવામાં આવ્યું હતું. સમય જતા પોકેટ વોચની જગ્યા કાંડા ઘડિયાળ અને સ્માર્ટવોચે લઈ લીધી, પરંતુ આ પોકેટની ડિઝાઈન જીન્સની ઓળખ બની ગઈ

By. Mina Pandya

150 વર્ષ જૂના આ ખિસ્સાનો આધુનિક સમયમાં લોકો છૂટા સિક્કા, લાઈટર, કારની ચાવી અથવા એરપોડ રાખવા માટે ઉપયોગ કરે છે. બ્રિટનમાં આ ખિસ્સાને 'ફોબ પોકેટ' (Fob Pocket) પણ કહેવામાં આવે છે.

By. Mina Pandya

કામદારો માટે બનાવેલા ખાસ જીન્સમાં ચેઈનવાળી ઘડિયાળ સાચવવા તૂટી ન જાય તેના માટે નાનું ખિસ્સું બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યુ હતું. 

By. Mina Pandya

ધીરે ધીરે તે જીન્સનો મહત્વપૂર્ણ ભાગ બન્યો અને આજના યુગમાં તે એક ફેશન બની ગઈ છે. ઘણી વખત એકની જરૂરીયાત બીજા માટે ફેશન બની જતી હોય છે. તેવું જ કંઇક આ કિસ્સામાં પણ થયું છે.

By. Mina Pandya