AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3, 5 કે 7… હાથ પર નાડાછડી કે કાળો દોરો બાંધતી વખતે કેટલી ગાંઠ મારવી યોગ્ય છે ? જાણો આ પાછળની માન્યતા

સનાતન ધર્મમાં હાથ પર નાડાછડી કે કાળો દોરો બાંધવાની પરંપરા સદીઓ જૂની છે. મોટાભાગના લોકો તેને માત્ર સુરક્ષા કે પૂજાનો એક ભાગ માને છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ દોરો બાંધતી વખતે હંમેશા 3, 5 કે 7 જેવી એકી સંખ્યામાં જ ગાંઠો કેમ મારવામાં આવે છે?

| Updated on: Jun 06, 2026 | 12:52 PM
Share
સનાતન ધર્મમાં નાડાછડી, જેને માત્ર મૌલી પણ કહેવામાં આવે છે, તે એક સામાન્ય દોરો નથી પરંતુ આસ્થા અને શુભતાનું પ્રતીક છે. પૂજા-પાઠ, યજ્ઞ, વ્રત જેવા ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન તેને કાંડા પર બાંધવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઘણા લોકો ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો પણ પહેરે છે. અવારનવાર કાળા દોરા કે નાડાછડી બાંધતી વખતે તેમાં 3, 5 કે 7 ગાંઠો લગાવવામાં આવે છે. એવામાં એકી સંખ્યામાં (વિષમ સંખ્યામાં) ગાંઠો બાંધવા પાછળ શું માન્યતાઓ છે?

1 / 6
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળો રંગ નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરની અસરને ઓછી કરે છે. આ જ કારણ છે કે, નાના બાળકોથી લઈને વડીલ વર્ગના લોકોને કાળો દોરો અથવા નાડાછડી પહેરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ વ્યક્તિ માટે સુરક્ષાનું એક આધ્યાત્મિક કવચ બનાવવામાં મદદરૂપ થાય છે અને નકારાત્મક અસરોથી બચાવે છે.

2 / 6
કાળા દોરા કે નાડાછડીમાં 3 ગાંઠ લગાવવાની પરંપરા સૌથી વધુ પ્રચલિત છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ ત્રણ ગાંઠો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. એવી માન્યતા છે કે, સૃષ્ટિના આ ત્રણ મુખ્ય દેવોના આશીર્વાદ વ્યક્તિના જીવનમાં સંતુલન અને સુખ-શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક પરંપરાઓમાં તેને મન, વચન અને કર્મની પવિત્રતા સાથે પણ જોડવામાં આવે છે.

3 / 6
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પાંચ ગાંઠ પંચતત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. માનવ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. આવામાં 5 ગાંઠો વાળી નાડાછડી જીવનમાં સંતુલન, સકારાત્મકતા અને ઊર્જાનું પ્રતીક લાવે છે. ગ્રહ દોષ શાંતિ માટે પણ તેને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

4 / 6
સનાતન ધર્મમાં 7 ના અંકને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. ઘણી ધાર્મિક પરંપરાઓ જેમ કે સપ્તર્ષિ (સાત ઋષિ), સાત લોક, સાત સમુદ્ર, સાત ચક્ર અને લગ્નના સાત વચનો આના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ જ કારણ છે કે, સાત ગાંઠો વાળો કલાવા વિશેષ શુભતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તેને 7 ગ્રહની સકારાત્મક ઊર્જા સાથે પણ જોડવામાં આવે છે.

5 / 6
ધાર્મિક પરંપરાઓમાં એકી સંખ્યાઓને (વિષમ સંખ્યાઓને) શુભતા અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવી છે. દીવો, પરિક્રમા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ એકી સંખ્યાઓનું વિશેષ મહત્વ છે. આ જ માન્યતાના કારણે નાડાછડી બાંધતી વખતે એકી સંખ્યામાં જ ગાંઠો લગાવવામાં આવે છે.

6 / 6
ડિસ્ક્લેમર (Disclaimer): આ લેખ માત્ર તમારી જાણકારી માટે છે અને તે સંપૂર્ણપણે ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આ માહિતીની કોઈ પુષ્ટિ કરતું નથી.

કુળદેવી-દેવતા નારાજ છે કે નહીં? આ 4 સંકેતથી તરત ખબર પડી જશે, પ્રસન્ન કરવા માટે આટલું કામ અવશ્ય કરો

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'

ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

g clip-path="url(#clip0_868_265)">