AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીન્સમાં પોકેટની ઉપર નાનકડુ ચોરસ ખિસ્સું કેમ હોય છે? 150 વર્ષ જૂના ઈતિહાસમાં સંકળાયેલુ છે કારણ-જાણો

થોડા વર્ષો પહેલા જીન્સ એ અમીર હોવાની નિશાની હતી. જીન્સ શહેરના હાઈવે સુધી જ લટાર મારી રહ્યું હતુ. ગામડા ગામમાં ક્યાંક જીન્સ જોવા મળી જતું તો જાણે એલિયન આ ધરતી પર આવ્યા હોય એમ લોકોના ટોળેટોળા ભેગા થઇ જતા. જી હા બ્રાન્ડેડ જીન્સની તો હજુ વાત જ દુર છે. ગામડામાં અને છેવાડાના લોકોને જીન્સ એટલે જ બ્રાંડ. પણ હવે આ ભેદ નથી રહ્યો. ગામે ગામ લોકો બ્રાંડને પણ ઓળખતા થયા છે અને જીન્સ પણ હવે બહુ સામાન્ય થઇ ગયા છે.

| Updated on: Jun 05, 2026 | 4:25 PM
Share
જીન્સ પેન્ટમાં તમે નોંધ્યું હશે કે બે ખિસ્સા હોય છે, તેની અંદર પણ એક નાનું પોકેટ એટલે કે ખિસ્સું હોય છે. પછી ભલે તે સામાન્ય જીન્સ હોય કે બ્રાન્ડેડ જીન્સ, પરંતુ આ નાનું ખિસ્સું દરેકમાં જોવા મળે છે. સામાન્ય રીતે લોકો તેમાં પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ રાખતા હોય છે.

1 / 7
સામાન્ય રીતે લોકો તેમાં પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ નાનું ખિસ્સું પેન ડ્રાઈવ, સિક્કા કે ઍર ડોપ્સ રાખવા માટે બનાવવામાં જ નથી આવ્યુ.

2 / 7
આ વસ્તુ જીન્સની શરૂઆતથી સંબંધિત છે. જી હા ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે જીન્સની શોધ ખાણ કામ કરતા કામદારો માટે થઈ હતી. તે સમયની વાત કરીએ તો ત્યારે ટ્રેન્ડ હતો પોકેટ વોચ નો. ખાણમાં કામ કરતા કામદારોને ભારે તોડફોડ અને ખોદકામનું કામ કરવાનું હોય છે. જો આવી સ્થિતિમાં પોકેટ વોચ આગળના ખિસ્સામાં રાખે તો તૂટી જવાનો ભય રહેતો.

3 / 7
જીન્સ પેન્ટમાં આપવામાં આવેલા નાના પોકેટને વોચ પોકેટ (Watch Pocket) કહેવામાં આવે છે. 150 વર્ષ જૂના ઇતિહાસ અનુસાર, 1873માં જ્યારે લેવી સ્ટ્રોસ (Levi Strauss) અને જેકોબ ડેવિસે જીન્સ બનાવવાની શરૂઆત કરી, ત્યારે તેને મજૂરો અને કાઉબોય પહેરતા હતા.

4 / 7
 તે સમયે કાંડા ઘડિયાળ નહોતી, લોકો ચેઈન વાળી ખિસ્સા ઘડિયાળ (Pocket Watch) રાખતા. આ ઘડિયાળ તૂટી ન જાય અને સુરક્ષિત રહે તે માટે આ ખાસ નાનું પોકેટ બનાવવામાં આવ્યું હતું. સમય જતા પોકેટ વોચની જગ્યા કાંડા ઘડિયાળ અને સ્માર્ટવોચે લઈ લીધી,

5 / 7
પરંતુ આ પોકેટની ડિઝાઈન જીન્સની ઓળખ બની ગઈ.150 વર્ષ જૂના આ ખિસ્સાનો આધુનિક સમયમાં લોકો છૂટા સિક્કા, લાઈટર, કારની ચાવી અથવા એરપોડ રાખવા માટે ઉપયોગ કરે છે. બ્રિટનમાં આ ખિસ્સાને 'ફોબ પોકેટ' (Fob Pocket) પણ કહેવામાં આવે છે.

6 / 7
કામદારો માટે બનાવેલા ખાસ જીન્સમાં આ સમસ્યા પર ધ્યાન આપવામાં આવ્યુ. અને આ સમસ્યાને દૂર કરવા માટે, એક નાનું ખિસ્સું પણ બનાવવામાં આવ્યું હતું. ધીરે ધીરે તે જીન્સનો મહત્વપૂર્ણ ભાગ બન્યો અને આજના યુગમાં તે એક ફેશન બની ગઈ છે. ઘણી વખત એકની જરૂરીયાત બીજા માટે ફેશન બની જતી હોય છે. તેવું જ કંઇક આ કિસ્સામાં પણ થયું છે.

7 / 7

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">