ડિફેન્સ સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડે આપ્યું ચમકદાર રિટર્ન, SIP કરનાર રોકાણકારો 20-30 % કમાયા
અગિયાર મહિના પહેલા લોન્ચ થયેલો ડિફેન્સ સેક્ટરનો બીજો મ્યુચ્યુઅલ ફંડ, મોટીલાલ ઓસવાલ (Motilal Oswal) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા, HDFC એ દેશનો પહેલો ડિફેન્સ સેક્ટર ફંડ લોન્ચ કર્યો હતો.

અગિયાર મહિના પહેલા લોન્ચ થયેલો ડિફેન્સ સેક્ટરનો બીજો મ્યુચ્યુઅલ ફંડ, મોટીલાલ ઓસવાલ (Motilal Oswal) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા, HDFC એ દેશનો પહેલો ડિફેન્સ સેક્ટર ફંડ લોન્ચ કર્યો હતો.

આ નવા ફંડના લોન્ચ પછી શરૂઆતના લગભગ 7-8 મહિના દરમિયાન ફંડ સતત નીચે જતો રહ્યો કારણ કે ઓક્ટોબરથી નિફ્ટીમાં તેજીથી ઘટાડો થયો અને લગભગ 22% ની ઘટાડો નોંધાયો હતો.

તેથી માર્કેટના આ પડાવનો સૌથી મોટો લાભ તેમને થયો, જેમણે SIP દ્વારા આ ડિફેન્સ સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ રાખ્યું. આજે, જ્યારે ફંડને લોન્ચ થયા 11 મહિના થઈ ગયા છે, ત્યારે તેના NAV (નેટ એસેટ વેલ્યુ) માત્ર ₹10થી થોડું વધારે છે. છતાં, SIPના ફાયદાથી રોકાણકારોને 20%થી 30% સુધીનો રિટર્ન મળી રહ્યો છે. કારણકે દર ઘટતા માર્કેટમાં તેઓએ ઓટોમેટિક ખરીદી કરી લીધી હતી.

આ ફંડમાં કુલ 18 કંપનીઓ છે, જે હથિયાર બનાવવા જેવી ડિફેન્સ જોડાયેલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. આમાંની કેટલીક કંપનીઓના શેરના ભાવ એટલા ઊંચા છે કે માત્ર એક શેર ખરીદવો હોય તો પણ ₹5000થી ₹10000 જેટલો ખર્ચ આવે.

પરંતુ SIP દ્વારા માત્ર ₹500 કે ₹1000થી શરૂઆત કરી શકાય છે અને તમામ 18 કંપનીઓમાં ટેકો આપી શકાય છે. આ રીતે, નાના રોકાણથી પણ મોટી કંપનીઓની વૃદ્ધિનો લાભ ઉઠાવી શકાય છે.SIPથી સારો વિકલ્પ બીજો કોઈ નથી!
