સોલાર પેનલથી એક દિવસમાં કેટલા યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે ? જાણો
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં PM સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે. સોલાર પેનલ લગાવવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો હોય છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે સોલાર પેનલથી એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે આજે અમે તમારા આ સનાલનો જવાબ આપીશું.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં PM સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર પેનલ લગાવવામાં આવશે.

આ સોલાર પેનલ યોજના હેઠળ એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની યોજના છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન એ છે કે સોલાર પેનલથી એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થાય છે.

સોલાર પેનલ કેટલી વીજળી ઉત્પન્ન કરશે તે તેના કદ અને સૂર્યપ્રકાશ પર આધારિત છે. એટલે કે સોલાર પેનલ જેટલો વધુ સમય સૂર્યપ્રકાશ રહેશે, તેટલા વધુ વીજળી ઉત્પન્ન કરશે.

જો તમે 400 વોટની સોલાર પેનલ લગાવી છે અને 6 કલાક સુધી સતત સૂર્યપ્રકાશ રહે છે, તો તમે દરરોજ 2.4 kwh વીજળી ઉત્પન્ન કરી શકો છો. જે લગભગ બે યુનિટથી વધુ છે.

તેનો અર્થ એ કે તમે દરરોજ બે યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો, એટલે કે એક મહિનામાં 60 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. જો તમે 1 કિલોવોટની સોલાર પેનલ લગાવો છો, તો તમે દર મહિને લગભગ 150 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો. એટલે કે દરરોજ લગભગ 5 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.
