શું તમે પણ આ શાકભાજીની છાલ ઉતારીને ઉપયોગમાં લો છો, તો આવી ભૂલ ન કરતા
શાકભાજીમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. જે આપણા હેલ્થ માટે ખુબ જરુરી છે.લીલા શાકભાજી પોષણથી ભરપૂર હોય છે. પરંતુ કેટલીક ભૂલોને કારણે તેમનું પોષણ જતું રહે છે.જે નોનવેજ ફુડથી પણ વધુ પોષણ આપે છે. જો તમે પણ આવી ભૂલ કરતા હોવ તો તમે પણ જાણી લો.

શાકભાજીથી વધુ પોષણ તેની છાલમાં હોય છે, એટલા માટે અમે આજે તમને જણાવીશું કે કેટલાક શાકભાજીને છાલ ઉતારીને પકાવવી જોઈએ નહિ,છાલ વાળા શાકભાજીમાં ફાયબરની માત્રા વધુ હોય છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેની છાલ ઉતારવી આપણે ગમતી નથી અને બનાવતી વખતે દુર કરવામાં આવે છે.જેનાથી શાકભાજીનું અડધું પોષણ જતું રહે છે. તો ચાલો જાણીએ એવી કઈ શાકભાજી છે જેની છાલ આપણે ઉતારવી જોઈએ નહિ.

બટાકા સૌથી વધુ ઉપયોગ થનારી શાકભાજીમાંથી એક છે. જેમાં આયરન , કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે, તે આપણા મેટાબોલિઝમને પણ વધારવાનું કામ કરે છે. બટાકાની છાલમાં જોવા મળતું આયરન લાલ રક્ત કોશિકાના કાર્યને પ્રમોટ કરે છે. જે શરીરના અલગ અળગ ભાગ સુધી ઓક્સિજન લઈ જવા માટે મહત્વ પુર્ણ છે.

ટમેટાં ની છાલ ઉતારીને કેટલાક લોકો તેની સબ્જી બનાવે છે. કેટલાક લોકોનું માનવું છે કે, ટમેટાની છાલ ઉતારવાથી રસોઈ જલ્દી બની જાય છે.ટામેટાની છાલમાં Flavonoid naringeninનું પ્રમાણ વધુ હોય છે, જે અમુક પ્રકારના રોગોથી બચાવે છે.

શક્કરીયાની છાલમાં ફાઈબર, બીટા કેરોટીન, વિટામીન સી, વિટામીન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો વધુ હોય છે. તેની છાલમાં જોવા મળતું બીટા કેરોટીન એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. તે આંખોની રોશની સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

કોળુ જેને લોકો કંટાળાજનક શાકભાજી માને છે. તેની છાલમાં આયરન, વિટામીન એ, પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે. એટલા માટે તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કોળુની છાલ થોડી જાડી હોય છે એટલા માટે તેને પકાવવાનો સમય વધુ લાગે છે.
