Back Pain : પીઠના દુખાવાથી જલદી મેળવવા માંગો છો રાહત, તો ફોલો કરો આ ઘરેલુ ઉપચાર

કમરના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે અમે અહીં એવા ઘરગથ્થુ ઉપાય જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી રાહત મેળવી શકો છો.

| Updated on: Jun 23, 2024 | 6:08 PM
સ્ત્રી હોય કે પુરુષ, પીઠનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ રોગ હવે યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કમરના દુખાવાના ઘણા કારણો છે, પરંતુ તેના મુખ્ય કારણો છે લાંબા સમય સુધી એક જ પોઝિસનમાં બેસીને કામ કરવું અથવા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન્સની ઉણપ. એક રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકો 30 વર્ષ પછી કમરના દુખાવાની ફરિયાદ કરે છે. જ્યારે, સ્ત્રીઓમાં, આ સમસ્યા ગર્ભાશયમાં સોજો અને માસિક સ્રાવને કારણે થાય છે.

1 / 8
ડોકટરો સલાહ આપે છે કે જો તમને પીઠનો દુખાવો છે, તો સૌ પ્રથમ તમારી તમારી બેસવાની પોઝિસનમાં ફેરફાર કરવો જોઈએ. કામ દરમિયાન લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી ન રહો અને ખુરશીમાં બેઠા બેઠા શરીરને થોડું ખેચોં. આનાથી શરીરમાં ખેંચાણ સર્જાશે અને આખા શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરશે. આ સિવાય કમરના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે અમે અહીં એવા ઘરગથ્થુ ઉપાય જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી રાહત મેળવી શકો છો.

2 / 8
1. એક્ટિવ રહો : પીઠના દુખાવાના વિવિધ પ્રકારો ધરાવતા દર્દીઓમાં એક સામાન્ય ગેરસમજ એ છે કે તેઓ એક્ટિવ નથી રહી શકતા એટલે કે ચાલવા કે ફરવા માટે સમય નથી કાઢી શકતા.  પરંતુ જો તમે તમારી પ્રવૃત્તિ જાળવી રાખો છો અથવા ચાલતા રહો છો, તો તે પીઠનો દુખાવો થશે જ નહીં. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ. જો આપણે ચાલીયે નહીં તો કરોડરજ્જુ અને પીઠની આસપાસના સ્નાયુઓ નબળા પડી જાય છે અને આ જ પીઠમાં દુખાવાનું કારણ બન છે.

3 / 8
2. સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ : પેટના મુખ્ય સ્નાયુઓ પીઠને ટેકો આપવામાં મદદ કરે છે. આથી તમારા પીઠના દુખાવાની પીડાને દૂર કરવામાં અને તેને રોકવામાં થોડુ સ્ટ્રેચિંગ કે એક્સરસાઈઝ મદદ કરી શકે છે. આ માટે તમે યોગ કરી શકો છો જો એટલો ટાઈમ ન હોય તો દિવસમાં 2થી 3 વાર કમરને જુકાવો જેથી પીઠમાં ખેંચાણ થશે અને દુખાવામાં રાહત મળશે

4 / 8
3. સરખી પોઝિસનમાં બેસો : ગમે તેમ બેસવાથી તેની સીધી અસર આપણા કરોડરજ્જુ પર પડે છે અને પીઠનો દુખાવો થાય છે આથી તમે ઓફિસ વર્ક દરમિયાન 8થી 10 કલાક ખુરશીમાં બેસીને કામ કર્યા કરો છો તો આ દરમિયાન સરખી રીતે બેસો, ખુરશીની પાછળ તમે ઓશીંકુ મુકી ટેકો લઈને બેસી શકો છો, ક્યારે નીચા નમીને ન બેસો, બને તો સ્ટ્રેટ બેસો જો થાકી જાવ તો ઊભા થઈ થોડીવાર વોક કરો

5 / 8
4. વજન મેન્ટેન રાખો : જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તે સ્વાભાવિક છે કે તેને કમરનો દુખાવો થતો હશે, કમરના દુખાવાથી બચવા માટે વજન ઓછું કરો જેથી કરીને પીઠના નીચેના ભાગમાં દબાણ ઓછું થઈ શકે. જો તમને વજન ઘટાડવામાં મદદની જરૂર હોય તો તમે ફિટનેસ ટ્રેનરની મદદ લઈ શકો છો.

6 / 8
5.ધૂમ્રપાન છોડો : સંશોધન દર્શાવે છે કે જો તમે ધૂમ્રપાન કરો છો તો  તમને કરોડરજ્જુની અને અન્ય સમસ્યાઓ થવાની શક્યતા 4 ગણી વધી જાય છે. સિગરેટ અને તમાકુ તમારા કરોડરજ્જુના હાડકા કમજોર કરી દે છે. ધૂમ્રપાનથી શરીરમાં મહત્વના પોષક તત્વો નીકળી જાય છે જે સાંધાઓને ટેકો આપવાનું કામ કરે છે.

7 / 8
6. આઈસ પેકથી સેક કરો: આઈસ પેક લગાવવું એ પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે ખૂબ જ સારી રીત છે. જો તમારી પીઠમાં સોજો અથવા દુખાવો હોય, તો બરફ સામાન્ય રીતે સૌથી વધુ રાહત આપે છે. જો તમે સખત અથવા ચુસ્ત સ્નાયુઓને રિલેક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો આ બેસ્ટ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">