આજનું હવામાન : આજે ગુજરાતના 15થી વધારે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાના વરસાદે ધબધબાટી બોલાવવાનું શરુ કર્યુ છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. 30 જૂને ભરૂચ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 1 જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, નર્મદ, ભરુચ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તેમજ પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Bhavnagar : જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે

Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે
