મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના થાનના સારોડી ગામે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે નવા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના ગામો વિકાસથી પોતાની ઓળખ બદલી પહેલી હરોળના ગામો બન્યા છે. ગ્રામ્ય-આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, વિદ્યાર્થીઓ ડોક્ટર-એન્જિનિયર બની રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 3:24 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા.

1 / 7
મુખ્યમંત્રીએ ધોરણ-1માં 21 કુમાર તથા 25 કન્યા મળીને કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર તથા 17 કન્યા મળીને કુલ 37 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

2 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાનાં છેવાડાનાં ગામ સરોડીએ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકેની ઓળખ મેળવી છે.

3 / 7
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો, આજે તેનું 21મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર બની રહ્યા છે.

4 / 7
રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા-દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે.  સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રયત્નો કર્યા, તેનાં સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે. શાળાઓમાં સો ટકા નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે.

5 / 7
રાજ્ય સરકારે શરૂ કરેલી ‘નમો લક્ષ્મી’ તથા ‘નમો સરસ્વતી’ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘નમો લક્ષ્મી’ યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે. આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે.

6 / 7
જ્યારે ‘નમો સરસ્વતી’ યોજના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે. જેમાં આ બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને રૂ. 25 હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે દિકરીને ‘નમો લક્ષ્મી’ યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો પણ લાભ મળી શકશે.

7 / 7

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">