સાબરકાંઠાઃ પોશીના વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ, વિજયનગર, ખેડબ્રહ્મા અને ઈડરમાં હળવો વરસાદ, જુઓ

સાબરકાંઠાઃ પોશીના વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ, વિજયનગર, ખેડબ્રહ્મા અને ઈડરમાં હળવો વરસાદ, જુઓ

| Updated on: Jun 28, 2024 | 9:27 AM

પોશીના અને આસપાસના વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંતા ગુરુવારે ખેડબ્રહ્મા, વિજયનગર અને વડાલી તેમજ ઈડર પંથકમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે અને વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં વરસાદને લઈ રાહત સર્જાઈ હતી. ગુરુવારે સાંજે પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાંજના ચાર કલાકના અરસા દરમિયાન પોણા બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ પોશીનાના રસ્તાઓ પર વરસાદી પાણી વહ્યા હતા. ચોમાસાનો માહોલ જામ્યો હોય એમ પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો હતો.

પોશીના અને આસપાસના વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંતા ગુરુવારે ખેડબ્રહ્મા, વિજયનગર અને વડાલી તેમજ ઈડર પંથકમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે અને વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">