Jamnagar Video : 5 હજારથી વધારે પરિવારો રહેશે પાણીથી વંચિત, જાણો ક્યારે મળશે પાણી

જામનગરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગરમાં 5 હજારથી વધુ પરિવારો પાણીથી વંચિત રહેશે. જામનગરના કેટલાક ઝોનમાં આજે પાણી વિતરણ બંધ કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 11:49 AM

જામનગરમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. વરસાદના પગલે જામનગર અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે પણ જામનગર વાસીઓને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. જામનગરમાં પાણી વિતરણ બંધ રખાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

5 હજારથી પરિવારો રહેશે પાણીથી વંચિત

જામનગરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગરમાં 5 હજારથી વધુ પરિવારો પાણીથી વંચિત રહેશે. જામનગરના ગુલાબનગર અને સમર્પણ ઝોનમાં આજે પાણી વિતરણ બંધ કરવામાં આવ્યુ છે. મશીનરીમાં ફોલ્ટ હોવાને કારણે નર્મદાનું પાણી ઓછુ મળ્યુ હોવાથી રીપેર થયાના બીજા દિવસે રાબેતા મુજબ પાણી વિતરણ શરુ કરવામાં આવશે. પાણી નહી મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

રાજકોટમાં પણ છે પાણીકાપ

રાજકોટમાં આજે અને આવતીકાલે પાણીકાપ મુકવામાં આવ્યો છે. રાજકોટમાં કુલ 6 વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. આજે વોર્ડ 11 અને 12માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. આવતીકાલે વોર્ડ 7,14,17,18માં પાણીકાપ રહેશે. આજે અંબિકા ટાઉનશીપ,પનિત પાર્ક,આકાર હાઇટ્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">