નિફ્ટી 23 ટ્રેડિંગ સેશનમાં 1000 પોઈન્ટ ઉછળ્યો, આજે પણ 24124 ની નવી રેકોર્ડ સપાટી નોંધાવી

ભારતીય શેરબજારે ફરી નવો વિક્રમ બનાવ્યો છે. આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યો છે. નિફટી પણ શરૂઆતી કારોબારમાં નવી સર્વોચ્ચ સપાટી નોંધાવવામાં સફળ રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 9:36 AM
ભારતીય શેરબજારે ફરી નવો વિક્રમ બનાવ્યો છે. આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યો છે. નિફટી પણ શરૂઆતી કારોબારમાં નવી સર્વોચ્ચ સપાટી નોંધાવવામાં સફળ રહ્યો હતો. સવારે 9.20 વાગે સેન્સેક્સ 79,463.39 પર જોવા મળ્યો હતો ત્યારે તેમાં 220.21 અંક અથવા 0.28%ની તેજી જોવા મળી હતી.

1 / 5
સવારે 9.20 વાગે નિફટી 65.40 અંક અનુસાર 0.27% વૃદ્ધિ સાથે  24,109.90 પર ટ્રેડ થયો હતો. નિફટીએ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 24,124.10 ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.

2 / 5
ઉલ્લેખનીય છે કે માત્ર 23 ટ્રેડિંગ સેશનમાં નિફટી 1000 પોઈન્ટ ઉછળ્યો હતો.નિફ્ટી એ 1000 પોઈન્ટ એટલે કે 23000 પોઈન્ટથી 24000 પોઈન્ટ્સ સુધી વધવા માટે માત્ર 23 ટ્રેડીંગ સેશન લીધા હતા. નિફ્ટીએ 1000 પોઈન્ટ મેળવવામાં લીધેલો આ બીજો સૌથી ઓછો સમય છે. જો સેક્ટર મુજબ જોવામાં આવે તો નિફ્ટી બેન્ક, એફએમસીજી, મેટલ્સ અને ફાર્મા સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

3 / 5
ગુરુવારે શરૂઆતી નબળાઈ છતાં નિફ્ટીનો ટ્રેન્ડ ખરીદદારોની તરફેણમાં રહ્યો હતો. 35 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 15 શેર નુકસાન સાથે બંધ થયા હતા. ગુરુવારે કારોબારના સમાપ્તિ સમયે અલ્ટ્રાટેક સિમેન્ટ, એલટીઆઈ માઇન્ડટ્રી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને વિપ્રોના શેર્સ ટોચના ગેનર હતા. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, શ્રીરામ ફાઇનાન્સ, આઇશર મોટર્સ, ડિવિઝ લેબોરેટરીઝ અને એચડીએફસી બેન્કના શેર્સ ટોપ લોઝર્સમાં હતા.

4 / 5
Stock Market Disclaimer

Stock Market Disclaimer

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">