28 જૂનના મહત્વના સમાચાર : નવસારીના બીલીમોરામાં ખોદેલી ગટરમાં ડૂબી બાળકી, છ જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 11:36 PM

Gujarat Live Updates : આજ 28 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 જૂનના મહત્વના સમાચાર : નવસારીના બીલીમોરામાં ખોદેલી ગટરમાં ડૂબી બાળકી, છ જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી

NEET પેપરલીકનો મુદ્દો વિપક્ષો આજે બંને ગૃહમાં ઉઠાવશે.. તો શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, સરકાર તમામ મુદ્દે જવાબ આપવા તૈયાર છે.  પંચમહાલમાં નીટ ચોરી કૌભાંડમાં 4 આરોપીની કસ્ટડી મેળવવા CBIએ અરજી કરી છે. CBIની રિમાન્ડ અરજી પર આજે સુનાવણી થશે.  ઉત્તર ગુજરાતની રોલીંગ મીલો પર GST વિભાગે દરોડા પાડ્યા છે. 9 પેઢીઓમાં તપાસ કરતા 70.71 કરોડની  કરચોરી ઝડપાઈ. રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ, તો ભૂજ અને નખત્રાણામાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી પાણી થયા છે. જામનગરના કાલાવડમાં વીજળી પડતા ખેડૂતનું મોત થયુ છે. તો ડેરી ગામે બળદગાડું તણાતા બાળકનું મોત થયુ છે. કેશોદમાં વીજળી પડતા શ્રમિકનું મૃત્યુ થયુ છે. આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2024 10:47 PM (IST)

    વલસાડમાં ચાલતી કારમાં લાગી આગ

    • વલસાડ શહેરના કલ્યાણબાગ નજીકની ઘટના
    • ચાલતી કારમાં લાગી આગ
    • ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો
    • શોર્ટ સર્કિટના કારણે લાગી
    • આગની ચપેટમાં કાર બળીને ખાક, કોઈ જાનહાની નહીં
  • 28 Jun 2024 09:27 PM (IST)

    નવસારીના બીલીમોરામાં ખોદેલી ગટરમાં ડૂબી બાળકી

    • બાળકી ગટરમાં પડવાની ઘટના
    • બીલીમોરા નગરપાલિકાએ શોધખોળ હાથ ધરી,
    • છ જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી,
    • જેસીબી મશીનો દ્વારા ગટર લાઈન ખોદવાની શરૂઆત કરવામાં આવી,
    • ગટર લાઈન સીધી અંબિકા નદીના પટમાં નીકળે છે ત્યાં પણ પાણીના વહેણમાં થયો વધારો,
    • પહેલા જ વરસાદે ગટરમાં ખાબકી મોતની બધ્ધા સ્થાનિકોમાં આક્રોશની લાગણી વ્યાપી,
    • પાલિકાના સત્તાધીશો સામે લોકોમાં આક્રોશ
  • 28 Jun 2024 07:25 PM (IST)

    અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો

    અમદાવાદમાં સાંજે વરસેલા વરસાદને પગલે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં આ વર્ષે વરસાદી પાણી નહીં ભરાય તેવી સત્તાધારીપક્ષના નેતાઓ દ્વારા વાત કરવામાં આવતી હતી પરંતુ આ વાત પોકળ સાબિત થઈ છે. સતાધાર ચાર રસ્તા, હેલ્મેટ બ્રિજ અને સિલ્વરની બ્રિજ નીચે વરસાદી પાણી હતા. વરસાદ પડતા જ અને પાણી ભરાતા હેલ્મેટ ચાર રસ્તા અને શિવરંજની ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • 28 Jun 2024 07:22 PM (IST)

    પાટણના સિદ્ધપુર નગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પૂલમાં ડૂબતા સગીરનું મોત

    સિદ્ધપુર નગરપાલિકા હસ્તક સ્પોર્ટસ કોમપ્લેક્ષમાં આવેલા સ્વિમીંગ પૂલમાં ડૂબી જવાથી એક સગીરનું મોત થયું છે. ખાનગી કોન્ટ્રાકટર પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચાલતુ હતુ. નગરપાલિકાએ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ કરવા  નોટીસ આપી હતી. ટેન્ડર રદ થવા છતાંય સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચાલુ હતુ. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ, સ્વિમિંગ પૂલ ચાલતા હતા. સંચાલકો દ્વારા ફી ઉઘરાવીને ચલાવવામાં આવતુ હતુ જીમ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ. નગરપાલિકાની પરવાનગી વગર ચાલતુ હતુ સ્પોર્ટસ કોમ્પલેક્ષ. સમગ્ર ઘટના બાદ કોન્ટ્રાકટર ફરાર ગયો છે.

  • 28 Jun 2024 06:46 PM (IST)

    રાજકોટ, ભાવનગર, શિહોર, ગોંડલ, માળિયા-મિયાણા માટે 247.92 કરોડના વિકાસ કાર્યોને મળી મંજૂરી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.185 કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ. 247.92 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

  • 28 Jun 2024 06:08 PM (IST)

    અમદાવાદમાં સર્જાયો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ

    અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે સાંજે વરસાદ વરસ્યો હતો. શહેરના પશ્ચિમ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. SG હાઈવે, ઇસ્કોન, પ્રહલાદ નગર, જોધપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

  • 28 Jun 2024 05:03 PM (IST)

    અમદાવાદના રાજપથ રંગોળી રોડ પર સન ઓર્બિટ કોમ્પલેક્ષમાં આવેલ ઓફિસમાં તોડફોડ

    રાજપથ રંગોળી રોડ પર સન ઓર્બિટ કોમ્પલેક્ષમાં આવેલ ઓફિસમાં કેટલાક અસામાજીક તત્વોએ તોડફોડ કરી છે. જમીન લે વેચની ઓફિસમાં ચાર શખ્સોએ તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયારથી તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. આરોપી મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગોહિલ સહિત અન્ય ચાર શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. જમીન લે વેચની ઓફિસમાં આનંદ નામના યુવક બેસતો હોવાની અદાવતે તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની છે. બોડકદેવ પોલીસે નામચીન મેઘરાજસિંહ સહીતના લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 28 Jun 2024 04:34 PM (IST)

    ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરતના પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપાય તેવી સંભાવના

    ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરતના પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપાય તેવી ચર્ચા. પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ ચર્ચાએ પકડ્યું જોર. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મૂળ સુરતના છે અને કેન્દ્રમાં કેબિનેટકક્ષાના પ્રધાન છે.

  • 28 Jun 2024 04:31 PM (IST)

    વડોદરાના સાવલી તાલુકામાં પવન વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો

    વડોદરાના સાવલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેજ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવલી તાલુકાના રાધનપુર, ગોઠડા, જાવલા, શેરપુરા, ભાટપુરા પોઇચા મુવાલ ,વસંતપુરા ,સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

  • 28 Jun 2024 04:05 PM (IST)

    મહેસાણામાં લેબર કોન્ટ્રાકટર અને મજૂરો વચ્ચે થયું ધીંગાણું

    મહેસાણાના શંકુઝ વોટર પાર્ક સામે, ગઈ મોડી રાત્રે ધીંગાણું થવા પામ્યું હતું. લેબર કોન્ટ્રાક્ટરે સફાઈ કામ કરતા લેબરોને બાકી પગાર નહિ ચૂકવતા સમગ્ર મામલો મારામારીમાં પલટાયો હતો. ધોકા, લાકડી અને તલવારો સાથે ઘર્ષણ થયું હતું. જેમા 5 યુવકોને  ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્છે ખસેડાયા હતા. લાઘણજ પોલીસે 7 હુમલાખોરો સામે ગુનો નોંધીને 2 હુમલાખોરોની અટકાયત કરી છે.

  • 28 Jun 2024 02:48 PM (IST)

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસ જી હાઇવે, પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

  • 28 Jun 2024 02:21 PM (IST)

    આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.

  • 28 Jun 2024 02:10 PM (IST)

    ગાંધીનગરઃ વધુ એક ભ્રષ્ટ બાબુ પર દાદાનો દંડો ચાલ્યો

    ગાંધીનગરઃ વધુ એક ભ્રષ્ટ બાબુ પર દાદાનો દંડો ચાલ્યો છે. સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી છે. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રીપોર્ટ બાદ  નિર્ણય લેવાયો છે. લોખંડે પર પહેલા પણ લાંચ લેવાનો કેસ થયો હતો. હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતી આચરી હોવાની ફરિયાદ છે.

  • 28 Jun 2024 01:21 PM (IST)

    નવસારીના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ

    લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘ મહેર શરૂ થઇ છે. નવસારીના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. વાંસદા, ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં વાવણીલાયક વરસાદ થયો છે. ડાંગર પકવતા ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જુએ છે. જલાલપોર અને નવસારી શહેરમાં ઓછો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની  અપીલ કરી છે.

  • 28 Jun 2024 12:54 PM (IST)

    ગાંધીનગરઃ વડોદરા દુર્ઘટના બાદ વોટર એક્ટિવિટીઝ માટે SOP તૈયાર

    ગાંધીનગરઃ વડોદરા દુર્ઘટના બાદ વોટર એક્ટિવિટીઝ માટે SOP તૈયાર કરી છે. રાજ્યભરમાં પાણીમાં થતી એક્ટિવિટી માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા, ડાઇવિંગ સહિતની વસ્તુઓ માટે નિયમો ઘડાયા છે. સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે નૌકાવિહાર માટે મંજૂરી જરૂરી છે. નૌકાવિહાર માટે પોલીસ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી છે. વોટર એક્ટિવિટી કરવા માટે પણ સંબંધિત અધિકારીની પરવાનગી ફરજિયાત છે. બોટનું રજીસ્ટ્રેશન હશે ઉપરાંત સાધનોની ચકાસણી થઈ હશે તો મંજૂરી અનિવાર્ય છે. ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફટી કમિટી દર ત્રણ મહિને સમીક્ષા કરશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કે માન્ય સંસ્થામાંથી નિપુણ નાવિક જ બોટ ચલાવી શક્શે. હાઇકોર્ટે રાજ્યમાં વોટર એક્ટિવિટીઝ માટે યોગ્ય SOP તૈયાર કરવા નિર્દેશ આપ્યા હતા. ચર્ચા વિચારણા બાદ ડ્રાફ્ટ તૈયાર, આગામી દિવસોમાં જાહેરાત થઈ શકે છે.

  • 28 Jun 2024 11:23 AM (IST)

    સુરેન્દ્રનગર: ગૂંગળીયામાં સાપ કરડતા બાળકનું મોત

    સુરેન્દ્રનગર: ગૂંગળીયામાં સાપ કરડતા બાળકનું મોત થયુ છે. સૂતેલા બાળકને સર્પે ડંખ મારતાં તેનું મોત નિપજ્યું છે. ઝેરી સાપ કરડવાથી 4 વર્ષના બાળકનું મોત થયુ છે. બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા મૃત જાહેર કરાયું છે. છેલ્લા 7 દિવસમાં ઝેરી સાપ કરડવાથી 2 ના મોત થયા છે.

  • 28 Jun 2024 11:22 AM (IST)

    CBI દ્વારા આરોપીઓની કસ્ટડી મેળવવા માટે ગોધરા કોર્ટમાં કરાઈ અરજી

    પંચમહાલ: ગોધરા NEET કૌભાંડ મામલે CBI દ્વારા આરોપીઓની કસ્ટડી મેળવવા માટે ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓને ગોધરા સબ જેલમાંથી કોર્ટેમાં લઇ જવામાં આવ્યા છે. આરોપી તુષાર ભટ્ટ, પરસોત્તમ શર્મા, વિભોર આનંદ, આરીફ વોરાને ગોધરા કોર્ટેમાં લઇ જવામાં આવ્યા છે. અરજીને લઈ આજે ગોધરા કોર્ટમાં સુનાવણી થશે. પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની કસ્ટડી મેળવવા અરજી કરવામાં આવી. CBIની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

  • 28 Jun 2024 08:59 AM (IST)

    IGI એરપોર્ટ અકસ્માતમાં એકનું મોત, 8 ઘાયલ

    દિલ્હીના IGI એરપોર્ટ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. આજે સવારે ભારે વરસાદને કારણે ટર્મિનલ 1ની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. બપોરે 2 વાગ્યા સુધી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આમાંની મોટાભાગની ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ છે.

  • 28 Jun 2024 08:51 AM (IST)

    અમરનાથ યાત્રા જવા માટે પહેલો જથ્થો રવાના

    અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થો રવાના થઈ ગયો છે. બાબા બર્ફાનીના આવતીકાલે એટલે કે શનિવારથી દર્શન કરવા મળશે. દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • 28 Jun 2024 08:08 AM (IST)

    લીંબડી-અમદાવાદ હાઇવે પર કન્ટેનરમાં બ્લાસ્ટ

    લીંબડી-અમદાવાદ હાઇવે પર કન્ટેનરમાં બ્લાસ્ટ થયો છે. કન્ટેનરમાં બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત થયા છે. લીંબડીની ઓનેસ્ટ હોટલ નજીક આ ઘટના બની છે. બ્લાસ્ટમાં ડ્રાઇવર અને ક્લીનરનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કન્ટેનરમાં બંને યુવકો જીવતા ભુંજાયા છે.

  • 28 Jun 2024 07:32 AM (IST)

    પાટણ: HNG યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિરોધ

    પાટણ: HNG યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને NSUIએ વિરોધ નોંધાવ્યો. યુવરાજસિંહ જાડેજાએ HNG યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા. નર્સિંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ  400થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  નિયમ વિરૂદ્ધ આપવામાં આવેલ પ્રવેશ રદ કરવાની કરી માગ કરવામાં આવી.

  • 28 Jun 2024 07:31 AM (IST)

    મહેસાણા: પુરવઠા વિભાગ દ્વારા રાશનની દુકાન સામે કાર્યવાહી

    મહેસાણા: પુરવઠા વિભાગ દ્વારા રાશનની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. 17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ કર્યો છે. રાશનની દુકાનમાં અનાજના જથ્થામાં ઘટ મળી આવી હતી. ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. 17 દુકાનોમાં ફરીથી ક્ષતિ મળશે તો કાયમી પરવાનો રદ કરાશે. ખેરાલુની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો. પરવાનો રદ કરીને 1.98 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો.

Published On - Jun 28,2024 7:29 AM

Follow Us:
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન
ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">