IND vs ENG : ઈન્ડિયાની ટીમે 10 વર્ષ પછી ફાઇનલમાં કર્યો પ્રવેશ, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે લીધો બદલો

India beats England : આ સાથે ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વિના આ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતી શકી ન હતી કારણ કે કેનેડા સામેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પોતાની 8મી જીત સાથે ટાઈટલ જીતવાની આશા રાખશે.

| Updated on: Jun 28, 2024 | 7:54 AM
IND vs ENG : બદલો ઓસ્ટ્રેલિયાને હરાવીને નહીં, પરંતુ ઈંગ્લેન્ડને હરાવીને પૂરો થયો. લગભગ બે વર્ષ પહેલા એડિલેડમાં સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને એકતરફી રીતે હટાવી ચૂકેલી રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ એ જ ઈંગ્લેન્ડને એટલી જ ખરાબ રીતે હરાવીને હિસાબ બરાબર કર્યો હતો. ગયાનામાં T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

1 / 7
રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઇનિંગ્સની મદદથી, ભારતે મુશ્કેલ પીચ પર 171 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 103 રનમાં સમેટાઈ ગયું હતું. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે.

2 / 7
છેલ્લા 2-3 દિવસથી વરસાદના કારણે આ મેચ પણ પાણીમાં ધોવાઈ જશે તેવો ડર હતો અને શરૂઆતમાં આવું જ દેખાયું હતું, જ્યારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ત્યારપછી થોડાં સમય માટે ફરી વિરામ જોવા મળ્યો, પરંતુ આ પછી ગયાનાના વાદળો નહીં પરંતુ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર આખે આખી વરસી હતી.

3 / 7
પહેલા કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર વચ્ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની સારી શરૂઆત બગાડી દીધી હતી. ત્યાર બાદ અક્ષરે પાવરપ્લેમાં વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડની રમતનો અંત આણ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા 2014 બાદ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.

4 / 7
આ વખતે પણ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી ફરી એકવાર જલદીથી આઉટ થઈ ગયો હતો, જ્યારે રિષભ પંત પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ આવું જ કંઈક થયું હતું અને તે જ મેચની જેમ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા (57)એ કમાન સંભાળી હતી, જ્યાં તેને સૂર્યકુમાર યાદવ (47)નો શાનદાર સાથ મળ્યો હતો. રોહિતે જોરદાર બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સૂર્યા સાથે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે મેચમાં સૌથી મોટો તફાવત સાબિત થયો.

5 / 7
આ બંનેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી અને ટીમને 171 રનના શાનદાર સ્કોર સુધી પહોંચાડી હતી. પ્રોવિડન્સ સ્ટેડિયમની ધીમી પીચ પર ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના નિર્ણયથી ટીમ ઈન્ડિયા ખુશ થઈ ગઈ હતી. આટલા મોટા સ્કોરથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.

6 / 7
ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ અને લિયામ લિવિંગસ્ટનની સ્પિન જોડીએ 8 ઓવરમાં માત્ર 49 રન આપ્યા હતા અને ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણ સામે ઈંગ્લેન્ડે વધુ સંઘર્ષ કરવો પડશે તે નક્કી છે. આ વાત સાચી પણ સાબિત થઈ છે. કેપ્ટન જોસ બટલરે (23) ઈંગ્લેન્ડ માટે ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરના પહેલા જ બોલ પર રિવર્સ સ્વીપ કરવાની અક્ષર પટેલની (3/23) ભૂલ તેને મોંઘી પડી હતી. આમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને રિષભ પંતે આસાન કેચ લીધો. અહીંથી જ ઈંગ્લેન્ડના પતનનો પ્રારંભ થયો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">