Defence Stocks નો વધ્યો દબદબો, આ કંપનીનું સરકારે પણ વધાર્યું ‘સ્ટેટસ’, 90 દિવસમાં રૂપિયા થયા ડબલ, જાણો કારણ

Defence Stock: આજે શેરબજારોમાં Mazagon Dock Shipbuilders ના શેરમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. આ PSU ડિફેન્સ શેરે 90 દિવસમાં રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. મહત્વનું છે કે હાલમાં સરકાર પણ આ ડિફેન્સ સ્ટોક પર ભાર આપી રહી છે.

| Updated on: Jun 27, 2024 | 7:31 PM
સરકારી કંપની Mazagon Dock Shipbuilders ના શેરમાં આજે લગભગ 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. 27 જૂને નોંધાયેલા આ ઉછાળા પાછળનું કારણ એ છે કે કંપનીને 'નવરત્ન'નો દરજ્જો મળ્યો છે. Mazagon Dock Shipbuilders ને નાણા મંત્રાલય તરફથી આ દરજ્જો મળ્યો છે.

1 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રની આ કંપનીના શેરના ભાવમાં ઝડપથી વધારો થયો છે. કંપનીને અગાઉ 2006માં નાણા મંત્રાલય દ્વારા મિની રત્ન-1નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

2 / 6
BSEમાં Mazagon Dock Shipbuilders Limitedના શેરની કિંમત 4095.25 રૂપિયાના સ્તરે ખુલી હતી. પરંતુ થોડા સમય પછી આ શેર 4585 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયા. જો કે, બજાર બંધ થવાના સમયે, મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેર 8 ટકાના વધારા સાથે રૂપિયા 4415.20ના સ્તરે હતા.

3 / 6
છેલ્લા 3 વર્ષમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેરમાં 1541 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, સ્થિતિગત રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં 74 ટકા નફો કર્યો છે. Trendlyne ડેટા અનુસાર, આ સરકારી કંપનીના શેરમાં છેલ્લા 3 મહિનામાં 134 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે માત્ર 90 દિવસમાં જ શેરની કિંમત બમણી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, એક મહિનામાં મઝાગન ડોક શિપબિલ્ડર્સના શેરમાં 39 ટકાનો વધારો થયો છે.

4 / 6
છેલ્લા એક વર્ષમાં આ સરકારી કંપનીના શેરની કિંમતમાં 251 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 25.80 ટકા અને નિફ્ટીમાં 28.46 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, માર્ચ ક્વાર્ટરના ડેટા અનુસાર, કંપનીમાં સરકારની કુલ ભાગીદારી 84.80 ટકા છે. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 1230.25 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 89,050.17 કરોડ રૂપિયા છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો

મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ

પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ

ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો

રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી

કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો

ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો

શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક

ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો

જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video

g clip-path="url(#clip0_868_265)">