AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાની ઈલાયચીના ‘મોટા ગુણ’ ! સવારે ખાલી પેટે સેવન કરવાથી કઈ બીમારીઓ ભાગશે દૂર?

આપણા રસોડામાં મસાલાના ડબ્બામાં એવી ઘણી વસ્તુઓ હોય છે કે, જે માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પણ દવા જેવું કામ કરે છે. આવી જ એક વસ્તુ 'ઈલાયચી' છે. દરેક ભારતીય ઘરમાં વપરાતી ઈલાયચી સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે પરંતુ શું તમે જાણો છો કે, તે સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે?

| Updated on: Mar 25, 2026 | 6:21 PM
Share
આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સવારે ખાલી પેટે ઈલાયચી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે. તેના સેવનથી પેટમાં થતી બળતરા, ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર જેવી પાચન સંબંધી સમસ્યાઓથી ઝડપથી રાહત મળે છે. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી છે અથવા જેમને વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે, તેમના માટે ખાલી પેટે ઈલાયચી ખાવી ખૂબ જ ગુણકારી છે, કારણ કે તે પેટને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે.

1 / 5
મહિલાઓ માટે પણ ઈલાયચી ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને લ્યુકોરિયા (સફેદ પાણી પડવાની સમસ્યા) જેવી બીમારીમાં ઈલાયચી ખાવાથી ઘણો આરામ મળે છે. વધુમાં, જો પેટની ગરમીને કારણે મોઢામાં ચાંદા પડ્યા હોય, તો ઈલાયચીનો પાવડર ચાંદા પર લગાવવાથી તરત જ રાહત થાય છે. આ સિવાય જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેઓ વજન નિયંત્રિત કરવા માટે સવારે ખાલી પેટે ઈલાયચી ખાઈ શકે છે, જે સાંધાના દુખાવાની સમસ્યામાં પણ રાહત આપે છે.

2 / 5
ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ તે રામબાણ ઈલાજ છે; તે લોહીનું પરિભ્રમણ સુધારે છે જેનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ત્વચામાં નેચરલ ગ્લો આવે છે. આ ઉપરાંત, ઈલાયચીમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો હૃદયને લગતા રોગો સામે રક્ષણ આપી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

3 / 5
કોઈપણ વસ્તુનું સંતુલિત માત્રામાં સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે પરંતુ તેનો અતિશય ઉપયોગ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી, દરરોજ માત્ર 2 થી 3 ઈલાયચી જ ખાવી જોઈએ. તેનાથી વધુ પ્રમાણમાં સેવન કરવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.

4 / 5
ઈલાયચીના મહત્તમ ફાયદા મેળવવા માટે તમે સવારે ખાલી પેટે 2 લીલી ઈલાયચી ચાવીને ખાઈ શકો છો. તેને ખાધા પછી થોડું હૂંફાળું પાણી પી લેવું જોઈએ. જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે તેને થોડા મધ સાથે પણ લઈ શકો છો. જો તમે નિયમિતપણે આ રીતે ઈલાયચીનું સેવન કરશો, તો તમને તેના ફાયદા ખૂબ જ જલ્દી જોવા મળશે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

Chronic Cough Warning : સામાન્ય ખાંસી ક્યારે બની જાય ટીબી? જાણો લક્ષણો અને મોડું નિદાન કેમ ખતરનાક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">