AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 25 દિવસમાં 20% કિંમતો ઘટી, તૂટ્યો 50 વર્ષનો રેકોર્ડ, શું આ સોનું ખરીદવાની સોનેરી તક છે?

માર્ચ 2026માં સોનાના બજારમાં એવો કડાકો બોલાયો છે જેણે છેલ્લા 5 દાયકાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 1975 પછીની આ સૌથી મોટી ઐતિહાસિક મંદી માનવામાં આવી રહી છે. રોકાણકારોમાં ફફડાટ છે, તો ખરીદદારો માટે લોટરી જેવો માહોલ છે. જુઓ આ મહામંદી પાછળનું આખું ગણિત...

| Updated on: Mar 24, 2026 | 9:29 PM
Share
50 વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક કડાકો: માર્ચ 2026 સોનાના રોકાણકારો માટે ખાસ મહિનો સાબિત થયો નથી. છેલ્લા 25 દિવસમાં સોનાની કિંમતોમાં 20% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો એટલો ઝડપી અને ઊંડો છે કે તેણે છેલ્લા 50 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બજારમાં અચાનક આવેલી આ વેચવાલીએ સુરક્ષિત ગણાતા રોકાણને જોખમી બનાવી દીધું છે.

1 / 5
1975ના એ ભયાનક સંકટની યાદ તાજી થઈ: વર્તમાન સ્થિતિ વર્ષ 1975ના ગોલ્ડ માર્કેટ ક્રેશની યાદ અપાવે છે. તે સમયે અમેરિકામાં ખાનગી રીતે સોનું રાખવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો, જેનાથી ભાવ વધવાની અપેક્ષા હતી, પરંતુ તેનાથી ઉલટું એક અઠવાડિયામાં જ ભાવ $197 થી ઘટીને $167 પર આવી ગયા હતા. અત્યારે પણ બજારમાં કંઈક આવો જ અનિશ્ચિત માહોલ જોવા મળી રહ્યો છે.

2 / 5
ભારત પર આ ઘટાડાની મોટી અસર: ભારતમાં પણ સોનાના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. 1975માં જ્યારે 10 ગ્રામ સોનામાં ₹20-30નો ઘટાડો થયો હતો, ત્યારે લોકો માટે તે મોટો ઝટકો હતો કારણ કે સરેરાશ પગાર જ ₹300-500 હતો. પરંતુ આજે 20% નો ઘટાડો એટલે સીધો હજારો રૂપિયાનો ફાયદો કે નુકસાન છે. લગ્નસરાની સીઝન પહેલા આ ઘટાડાએ જ્વેલરી માર્કેટમાં દોડધામ મચાવી દીધી છે.

3 / 5
28 ફેબ્રુઆરીથી શરૂ થઈ પડતીની શરૂઆત: સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો 28 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, જે માર્ચમાં વિકરાળ બન્યો છે. જાન્યુઆરી 2026ના અંતમાં પણ એક જ દિવસમાં 10% નો કડાકો જોવા મળ્યો હતો. 1978, 1980, 1983 અને 2008ની મોટી મંદીની સરખામણીએ માર્ચ 2026ની આ મંદી સૌથી ઝડપી સાબિત થઈ રહી છે, જેનાથી મોટા રોકાણકારોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

4 / 5
રોકાણકારો માટે આશીર્વાદ કે અભિશાપ?: જે લોકોએ ઉંચા ભાવે સોનું ખરીદ્યું હતું તેમના માટે આ સ્થિતિ ચિંતાજનક છે. પરંતુ જેઓ નવી ખરીદી કરવા માંગે છે તેમના માટે આ 50 વર્ષની સૌથી મોટી તક છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે બજાર હજુ પણ અસ્થિર છે, તેથી રોકાણ કરતા પહેલા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી હિતાવહ છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર

વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...

ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video

મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">