AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘું તેલ, મોંઘો સામાન… છતાં આ 5 શેરમાં કમાણીની તક, ₹400 થી ₹7000 સુધીના ટાર્ગેટ્સ

શેરબજારમાં અત્યારે વૈશ્વિક તણાવ અને વધતી મોંઘવારીને કારણે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જેનાથી ઘણી કંપનીઓના નફા પર દબાણ આવ્યું છે. એવામાં આ 5 મજબૂત સ્ટોક મુશ્કેલ સમયમાં પણ સારી કમાણી કરાવી શકે છે.

| Updated on: Mar 24, 2026 | 3:24 PM
Share
દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની અસર હવે ભારતના ઘણા મહત્વના સેક્ટરો પર સ્પષ્ટપણે દેખાવા લાગી છે. કાચા તેલના ભાવમાં વધારો, સપ્લાય ચેઈનમાં અવરોધ અને માલસામાનની હેરફેર (ફ્રેટ) ના વધતા ખર્ચે કંપનીઓનો ખર્ચ ઝડપથી વધારી દીધો છે. આનાથી ઉત્પાદન મોંઘું થઈ રહ્યું છે અને કંપનીઓના નફા પર દબાણ વધી રહ્યું છે. એક્સિસ ડાયરેક્ટના તાજેતરના રિપોર્ટ મુજબ, આ સ્થિતિ માત્ર એક સેક્ટર પૂરતી મર્યાદિત નથી પરંતુ બિલ્ડિંગ મટીરીયલ અને કન્ઝ્યુમર સેક્ટર સુધી ફેલાઈ ચુકી છે.

1 / 9
રિપોર્ટ જણાવે છે કે, કાચું તેલ મોંઘું થવાથી પ્લાસ્ટિક, રેઝિન, પેકેજિંગ અને ઇન્સ્યુલેશન જેવો કાચો માલ મોંઘો થઈ ગયો છે. આ સાથે જ ઈંધણ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધી ગયો છે. વધુમાં, સપ્લાય ચેઈનમાં અવરોધ અને એર ફ્રેટ મોંઘું થવાને કારણે સામાન પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે તેમજ કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે. આ કારણે કંપનીઓએ વધુ સ્ટોક રાખવો પડી રહ્યો છે, જેનાથી તેમના નાણાં ફસાઈ રહ્યા છે.

2 / 9
રિપોર્ટ અનુસાર, જો મિડલ ઈસ્ટનું એરસ્પેસ બંધ રહે છે, તો Q1FY27 માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના નિકાસ (એક્સપોર્ટ) પર અસર પડી શકે છે. જો કે, દરિયાઈ માર્ગો હજુ ચાલુ છે પરંતુ એર ફ્રેટ મોંઘું થવાથી કંપનીઓના નફા પર દબાણ આવી શકે છે. કંપનીઓ તરત જ કિંમતો વધારી શકતી નથી, કારણ કે ગ્રાહકોની માંગ નબળી પડી શકે છે. આનાથી ટૂંકાગાળામાં નફો (EBITDA) ઘટવાનો ભય છે.

3 / 9
રૂમ એર કન્ડીશનર (RAC) સેક્ટરને સૌથી વધુ ફટકો પડી શકે છે. માર્ચનો સમય આ ઇન્ડસ્ટ્રી માટે પીક પ્રોડક્શન સીઝન હોય છે પરંતુ LPG ની અછતને કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. કેટલીક કંપનીઓએ PNG અને Oxyacetylene જેવા વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ શરૂ કર્યો છે પરંતુ ખર્ચ તો પણ વધી રહ્યો છે. કાચા માલની કિંમત વધવાથી કંપનીઓએ ભાવ વધારવા પડી શકે છે, જેનાથી માંગ પર અસર પડી શકે છે.

4 / 9
આ સેક્ટરમાં પણ ખર્ચ વધવાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ, જો કાચા તેલ સાથે જોડાયેલા ખર્ચમાં 10% નો વધારો થાય છે, તો કંપનીઓનું માર્જિન 0.3% થી 0.6% સુધી ઘટી શકે છે. જો કે, ગ્રીનપ્લાય (Greenply) અને સેન્ચુરી (Century) જેવી મજબૂત બ્રાન્ડ્સ કિંમત વધારીને અમુક અંશે ખર્ચને પહોંચી વળી શકે છે પરંતુ phenol અને melamine જેવા કાચા માલના સપ્લાય પર જોખમ તોળાઈ રહ્યું છે.

5 / 9
રિપોર્ટમાં સૌથી વધુ ચિંતા ટાઇલ્સ અને સેનિટરીવેર સેક્ટરને લઈને વ્યક્ત કરવામાં આવી છે. આ સેક્ટર ગેસ પર વધુ નિર્ભર છે, તેથી ઈંધણ મોંઘું થવાથી ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. સાથે જ આ સેક્ટર નિકાસ પર પણ નિર્ભર છે, તેથી ફ્રેટ મોંઘું થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા ઘટી શકે છે. નાની કંપનીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.

6 / 9
પ્લાસ્ટિક પાઈપ કંપનીઓ કાચા તેલ પર નિર્ભર હોય છે, કારણ કે તેમનો કાચો માલ પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે પરંતુ આ સેક્ટરની ખાસિયત એ છે કે, કંપનીઓ કિંમત વધારીને ખર્ચનો બોજ ઝડપથી ગ્રાહકો (ખાસ કરીને B2B સેગમેન્ટમાં) પર નાખી શકે છે. એવામાં, જો કિંમતો વધુ વધે છે, તો હાઉસિંગ અને કૃષિ ક્ષેત્રમાં માંગ પ્રભાવિત થઈ શકે છે.

7 / 9
રિપોર્ટમાં Astral, Cera Sanitaryware, Greenply, LG Electronics અને Prince Pipes જેવી કંપનીઓ પર સકારાત્મક દૃષ્ટિકોણ (BUY રેટિંગ) રાખવામાં આવ્યો છે. આ કંપનીઓની કમાણી અને ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેમના પર પણ ખર્ચનું દબાણ રહી શકે છે.

8 / 9
નિષ્ણાતોએ એસ્ટ્રલ લિમિટેડ માટે 'ખરીદવા' (BUY) ની સલાહ આપવામાં આવી છે અને તેનો ટાર્ગેટ પ્રાઈસ 1,750 છે. તેવી જ રીતે, સેરા સેનિટરીવેર માટે પણ ખરીદવાની રેટિંગ સાથે 7,000 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ માટે ટાર્ગેટ પ્રાઈસ 330 અને એલજી ઇલેક્ટ્રોનિક્સ માટે 1,815 નક્કી કરવામાં આવ્યો છે. આ બંને કંપનીઓ માટે પણ રેટિંગ 'BUY' છે. છેલ્લે, પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ ને પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ પ્રાઈસ 400 રાખવામાં આવેલ છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: દેશની સૌથી મોટી સરકારી બેંકને મળી ₹6,338 કરોડની નોટિસ, શું હવે આ શેરમાં રોકાણ કરવું સુરક્ષિત છે?

Follow Us
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !

લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ

સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video

સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video

ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
g clip-path="url(#clip0_868_265)">