AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 ક્યારે શરૂ થશે અને કઈ ચેનલ પર મળશે લાઈવ સ્ટ્રીમિંગ, જુઓ સમય અને સ્ટ્રીમિંગ વિશે..

IPL 2026 Live Streaming : ઈન્ડિયન પ્રીમિયર લીગના 19 માં સીઝનની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. જાણો ક્યારે અને કઈ ચેનલો (JioHotstar, Star Sports, YuppTV) પર મેચોનું લાઈવ પ્રસારણ જોઈ શકશો.

IPL 2026 ક્યારે શરૂ થશે અને કઈ ચેનલ પર મળશે લાઈવ સ્ટ્રીમિંગ, જુઓ સમય અને સ્ટ્રીમિંગ વિશે..
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 5:55 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા ગયા વર્ષે ટ્રોફી જીતવામાં આવી હતી. હવે 19 મી સીઝનમાં ફરી એકવાર ટ્રોફી દાવ પર લાગશે. મીની ઓક્શન બાદ ઘણી ટીમો બદલાયેલી જોવા મળે છે.

દર વખતની જેમ આ વખતે પણ IPL સીઝન ખૂબ જ રોમાંચક બનવાની તૈયારીમાં છે. BCCI એ 28 માર્ચથી 12 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જે દરમિયાન કુલ 20 મેચ રમાશે. શું તમને ખબર પડી છે કે મેચોનું લાઈવ પ્રસારણ ક્યારે અને કઈ ચેનલ પર થશે? IPL 2026 ના લાઈવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો આ પ્રમાણેની રહશે.

IPL 2026 ની મેચ લાઈવ ક્યાં જોવી

IPL 2026 મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર થશે. તેમજ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા અને અન્ય ઘણા દેશોમાં YuppTV પર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.

IPL ની મેચો ક્યારે લાઇવ દેખાશે

IPL 2026 માં, બપોરની મેચો ભારતીય સમય અનુસાર (IST) 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે સાંજની મેચો ભારતીય સમય અનુસાર (IST) 7:30 વાગ્યે શરૂ થશે.

અત્યાર સુધીનો સંપૂર્ણ ઇન્ડિયન પ્રીમિયર લીગ શેડ્યૂલ

  • 28 માર્ચ – RCB vs SRH – બેંગલુરુ – સાંજે 7:30 વાગ્યે
  • 29 માર્ચ – MI vs KKR – મુંબઈ – સાંજે 7:30 વાગ્યે
  • 30 માર્ચ – RR vs CSK – ગુવાહાટી – સાંજે 7:30 વાગ્યે
  • 31 માર્ચ – PBKS vs GT – ન્યૂ ચંદીગઢ – સાંજે 7:30 વાગ્યે
  • 1 એપ્રિલ – LSG vs DC – લખનૌ – સાંજે 7:30 વાગ્યે
  • 2 એપ્રિલ – KKR vs SRH – કોલકાતા – સાંજે 7:30 વાગ્યે
  • 3 એપ્રિલ – CSK vs PBKS – ચેન્નાઈ – સાંજે 7:30 વાગ્યે
  • 4 એપ્રિલ – DC vs MI – દિલ્હી – બપોરે 3:30 વાગ્યે
  • 4 એપ્રિલ – GT vs RR – અમદાવાદ – સાંજે 7:30 વાગ્યે
  • 5 એપ્રિલ – SRH vs LSG – હૈદરાબાદ – બપોરે 3:30 વાગ્યે
  • 5 એપ્રિલ – RCB vs CSK – બેંગલુરુ – સાંજે 7:30 વાગ્યે
  • 6 એપ્રિલ – KKR vs PBKS – કોલકાતા – સાંજે 7:30 વાગ્યે
  • 7 એપ્રિલ – RR vs MI – ગુવાહાટી – સાંજે 7:30 વાગ્યે
  • 8 એપ્રિલ – DC vs GT – દિલ્હી – સાંજે 7:30 વાગ્યે
  • 9 એપ્રિલ – KKR vs LSG – કોલકાતા – સાંજે 7:30 વાગ્યે
  • 10 એપ્રિલ – RR vs RCB – ગુવાહાટી – સાંજે 7:30 વાગ્યે
  • 11 એપ્રિલ – PBKS vs SRH – ન્યૂ ચંદીગઢ – બપોરે 3:30 વાગ્યે
  • 11 એપ્રિલ – CSK vs DC – ચેન્નાઈ – સાંજે 7:30 વાગ્યે
  • 12 એપ્રિલ – LSG vs GT – લખનૌ – બપોરે 3:30 વાગ્યે
  • 12 એપ્રિલ – MI vs RCB – મુંબઈ – સાંજે 7:30 વાગ્યે

નાસભાગના પીડિતોને અપાશે સન્માન, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાયમ માટે ખાલી રખાશે 11 સીટો, જાણો સંપૂર્ણ કારણ … વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">