Patan Breaking News: પાટણમાં વાનર બન્યો ‘સ્માર્ટ’, લાગ્યો સેલ્ફીનો ચસકો, જુઓ વાયરલ વિડિયો
પાટણમાં એક વાનરે મહિલાનો મોબાઇલ ઝૂંટવી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતના પાટણ જિલ્લામાંથી એક રસપ્રદ ઘટના સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માહિતી મુજબ, પાટણ નજીક આવેલા અઘાર ગામમાં એક મહિલા પોતાના મોબાઇલ ફોન સાથે ઉભી હતી ત્યારે અચાનક વાનરોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. આ દરમિયાન એક વાનરે મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો. શરૂઆતમાં લોકો ચોંકી ગયા, પરંતુ ત્યારબાદ જે બન્યું તે વધુ જ રસપ્રદ હતું.
વાનર મોબાઇલ લઈને એક બાજુ બેસી ગયો અને તેની સ્ક્રીન સાથે રમવા લાગ્યો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તે જાણે મોબાઇલનો ઉપયોગ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હોય. કેટલાક પળોમાં તો એવું પણ લાગી રહ્યું છે કે વાનર સેલ્ફી લેવા માટે પોઝ આપી રહ્યો છે.
ટોળાના અન્ય વાનરોએ મોબાઇલ પાછો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વાનરે મોબાઇલ છોડવાનો ઈન્કાર કર્યો. આખી ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને હવે તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને ખૂબ મનોરંજન સાથે જોઈ રહ્યા છે અને વાનરના આ નખરાંને ‘સેલ્ફી ક્રેઝ’ તરીકે ચર્ચી રહ્યા છે.
ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video

