AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજકોટમાં માનવતા મરી પરવારી? 108 એમ્બ્યુલન્સમાં દર્દી કણસતો રહ્યો અને બહાર ચાલક ટેમ્પો ચાલક સાથે 10 મિનિટ સુધી ઝઘડતો રહ્યો

Breaking News: રાજકોટમાં માનવતા મરી પરવારી? 108 એમ્બ્યુલન્સમાં દર્દી કણસતો રહ્યો અને બહાર ચાલક ટેમ્પો ચાલક સાથે 10 મિનિટ સુધી ઝઘડતો રહ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 5:01 PM
Share

રાજકોટના બહુમાળી ચોકમાં આજે માનવતાને લાંછન લગાડતી ઘટના બની છે. 108 એમ્બ્યુલન્સ અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયા બાદ, એમ્બ્યુલન્સની અંદર ગંભીર દર્દી હોવા છતાં ચાલક રસ્તા પર 10 મિનિટ સુધી બોલાચાલી કરતો રહ્યો.

રાજકોટના વ્યસ્ત બહુમાળી ચોકમાં 108 એમ્બ્યુલન્સ અને ટેમ્પો વચ્ચે ટક્કર થતા અફરાતફરી મચી હતી. જોકે, અકસ્માત કરતા વધુ ચોંકાવનારી બાબત એ હતી કે, એમ્બ્યુલન્સમાં દર્દી હોવા છતાં 108નો ચાલક તેની ફરજ ભૂલીને ટેમ્પો ચાલક સાથે રસ્તા પર બાખડી પડ્યો હતો.

પૂરી 10 મિનિટ સુધી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી, જેમાં દર્દીના જીવની કોઈને ચિંતા ન હતી. અંતે, દર્દીની હાલત જોઈને ત્યાં ઉભેલા લોકોએ 108ના ચાલકનો ઉધડો લીધો અને તેને તાત્કાલિક હોસ્પિટલ જવા મજબૂર કર્યો હતો. અહીં સવાલ એ ઉઠે છે કે જો આ વિલંબને કારણે દર્દીને કંઈ થઈ ગયું હોત, તો તેની જવાબદારી કોની હોત? શું સિસ્ટમમાં બેઠેલા લોકો માટે જીવ કરતા અકસ્માતનો કેસ મોટો છે?

શું તમે પણ દરરોજ માઉથવોશ અને દાંત ચમકાવવાની પ્રોડક્ટ્સ વાપરો છો ? જાણો ડોક્ટરની ચેતવણી!

Published on: Mar 25, 2026 05:01 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">