AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Who Is Isha Rikhi: કોણ છે રેપર બાદશાહની બીજી પત્ની ઈશા રિખી ? સુંદર એટલી કે ફિલ્મની હસીનાઓ પણ ફીકી પડે, જુઓ Photos

Badshah Wife Isha Rikhi: પ્રખ્યાત રેપર બાદશાહ ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. બાદશાહે પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ કપલને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

| Updated on: Mar 24, 2026 | 5:36 PM
Share
ઈશા રિખી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ચંદીગઢમાં જન્મેલી ઈશાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. 2013માં ફિલ્મ જટ્ટ બોય્ઝ પુટ્ટ જટ્ટન દે દ્વારા તેણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી. ત્યારબાદ હેપ્પી ગો લકી અને અરદાસ જેવી ફિલ્મોમાં તેના અભિનયને વખાણ મળ્યા. ઈશા ફક્ત તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના આકર્ષક વ્યક્તિત્વ અને સુંદરતા માટે પણ ખૂબ લોકપ્રિય છે. પંજાબી ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી ઈશાએ બોલિવૂડમાં પણ પગ મૂક્યો. 2018માં ફિલ્મ નવાબઝાદેમાં તે જોવા મળી હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહીં હોય, પરંતુ ઈશાએ પોતાની હાજરીથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

1 / 6
બાદશાહ અને ઈશાની પહેલી મુલાકાત એક કોમન મિત્ર દ્વારા આયોજિત પાર્ટીમાં થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તેઓ ઘણી વખત સાથે જોવા મળતા, પરંતુ પોતાના સંબંધને લઈને બંને હંમેશા પ્રાઇવેટ રહ્યા. વેકેશન અને ઇવેન્ટ્સ દરમિયાન તેમની સાથેની હાજરીએ ચાહકોમાં ચર્ચાઓને જન્મ આપ્યો હતો.

2 / 6
બાદશાહના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમણે 2012માં જાસ્મીન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી પણ છે. જોકે 2019 આસપાસ બંને વચ્ચે મતભેદો વધતા તેઓ અલગ રહેવા લાગ્યા. ત્યારબાદ જાસ્મીન લંડન સ્થાયી થઈ ગઈ. આ મુશ્કેલ સમયમાં ઈશા રિખી બાદશાહના જીવનમાં આવી અને તેમને ભાવનાત્મક સહારો આપ્યો.

3 / 6
માહિતી અનુસાર, બાદશાહ અને ઈશા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે તેમણે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધની પુષ્ટિ કરી નહોતી. સોશિયલ મીડિયા પર બંનેની એક જેવી લોકેશન્સ પરથી પોસ્ટ્સ અને એકબીજાની પોસ્ટ્સ પરના કોમેન્ટ્સથી ચાહકોને તેમના સંબંધ વિશે સંકેતો મળતા હતા.

4 / 6
ઈશા રિખી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેના ફેશન અને ટ્રાવેલ સંબંધિત પોસ્ટ્સ માટે જાણીતી છે. તેની સ્ટાઇલ આધુનિક અને આકર્ષક છે, જે વારંવાર વાયરલ થતી રહે છે.

5 / 6
લગ્ન પ્રસંગની વાત કરીએ તો, સમારોહ ખૂબ જ સાદાઈથી અને નજીકના પરિવારજનો તથા મિત્રો વચ્ચે યોજાયો હતો. લગ્ન દરમિયાન બાદશાહ પરંપરાગત કુર્તા-ચુડીદાર લુકમાં દેખાયા, જ્યારે ઈશા રિખી લાલ રંગના એથનિક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હાલમાં, આ કપલના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

6 / 6

'TMKOC'નો કલાકાર મોટા પરદે બન્યો 'ધુરંધર', ચાહકો થયા આશ્ચર્યચકિત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">