AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get Rid From Rat : ઉંદરોથી મળશે મુક્તિ, આ ટિપ્સ વડે ઊભી પુંછડીએ ઘરમાંથી ભાગશે ઉંદર

ઉંદરો ઘરમાં પ્રવેશવું મોટી સમસ્યા છે, જે નુકસાન અને રોગો ફેલાવે છે. ઝેર વગર, કુદરતી અને સુરક્ષિત ઉપાયોથી તેમને ભગાડી શકાય છે.

| Updated on: Mar 24, 2026 | 3:22 PM
Share
ઘરમાં ઉંદરોનું પ્રવેશવું કોઈપણ માટે મુશ્કેલીભર્યું બની શકે છે. તેઓ માત્ર કપડાં અને ઘરનાં સામાનને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ આરોગ્ય માટે જોખમરૂપ રોગો પણ ફેલાવી શકે છે. ઘણીવાર લોકો ઉંદરોથી છૂટકારો મેળવવા માટે ફાંદો અથવા ઝેરનો સહારો લે છે, પરંતુ આ બંને પદ્ધતિઓમાં અસુવિધા અને જોખમ રહેલું હોય છે. સદભાગ્યે, કેટલીક કુદરતી અને સરળ રીતો દ્વારા તમે ઉંદરોને નુકસાન પહોંચાડ્યા વિના તમારા ઘરથી દૂર રાખી શકો છો.

1 / 7
સામાન્ય રીતે ઉંદરો ખોરાકની શોધમાં અથવા ઠંડી અને વરસાદી મોસમ દરમિયાન આશ્રય માટે ઘરમાં પ્રવેશ કરે છે. ખાસ કરીને ખુલ્લો ખોરાક અને કચરો તેમને આકર્ષે છે. તેથી, ઘર સાફસૂફ રાખવું, ખોરાકને ઢાંકીને રાખવો અને બારીઓ-દરવાજાની નાની તિરાડો બંધ કરવી ખૂબ જરૂરી છે. આ નાની કાળજી મોટી સમસ્યાને ટાળી શકે છે.

2 / 7
ફુદીનાનું તેલ ઉંદરોને દૂર રાખવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેની તીવ્ર સુગંધ ઉંદરોને અસહ્ય લાગે છે. કપાસના ટુકડાઓ પર ફુદીનાનું તેલ લગાવીને ઘરના ખૂણાઓમાં મૂકી દેવાથી અથવા સીધું સ્પ્રે કરવાથી સારા પરિણામ મળે છે. આ સરળ ઉપાયથી ઉંદરો આપોઆપ દૂર રહેવા લાગે છે.

3 / 7
નેપ્થેલિન બોલ્સ પણ ઉંદરોને ભગાડવામાં મદદરૂપ થાય છે. તેની તીખી ગંધને કારણે ઉંદરો તે જગ્યાથી દૂર રહે છે. તમે આ બોલ્સને ઘરના ખૂણાઓમાં મૂકી શકો છો અથવા તેને કચડીને ડિટર્જન્ટ સાથે મિક્સ કરીને છાંટી શકો છો.

4 / 7
લાલ મરચાંનો પાવડર પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે. ઉંદરો જ્યાંથી ઘરમાં પ્રવેશ કરે છે, ત્યાં આ પાવડર છાંટવાથી તેઓ ફરી પાછા આવવાનું ટાળે છે. જોકે, આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો અને પાળતુ પ્રાણીઓથી દૂર રાખો.

5 / 7
કપૂર પણ એક સસ્તું અને સરળ ઉપાય છે. તેની ગંધ ઉંદરોને દૂર રાખે છે પરંતુ માણસો માટે અસહ્ય નથી. કપૂરનો ભૂકો કરીને ખૂણાઓમાં, પલંગ નીચે અથવા જ્યાં ઉંદરો આવવાની શક્યતા હોય ત્યાં છાંટવાથી અસરકારક પરિણામ મળે છે. કપૂરનું સ્પ્રે પણ ઉપયોગી બની શકે છે.

6 / 7
આ રીતે, થોડા સરળ અને કુદરતી ઉપાયો અપનાવીને તમે ઝેરનો ઉપયોગ કર્યા વગર જ તમારા ઘરને ઉંદરમુક્ત બનાવી શકો છો. નિયમિત સફાઈ અને થોડી કાળજી રાખવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે છે.

7 / 7

‘બાથરૂમ’ અને ‘વોશરૂમ’ વચ્ચે તફાવત શું છે? સાંભળીને કન્ફ્યુઝ થાઓ છો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">