AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ક્રૂડ ઓઈલ’ વગર દુનિયા અધૂરી છે… આખરે 1 બેરલમાં કેટલા લિટર તેલ હોય છે? જવાબ જાણીને તમે પણ પોતાનું માથું ખંજવાળવા લાગશો

આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે પણ ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ના ભાવમાં વધઘટ થાય છે, ત્યારે જે એક શબ્દ સૌથી વધુ સંભળાય છે, તે 'બેરલ' છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, એક બેરલમાં કેટલા લિટર તેલ હોય છે અને તેમાંથી શું-શું બને છે?

| Updated on: Mar 25, 2026 | 4:00 PM
Share
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે કે વધે છે, ત્યારે આપણે અવારનવાર 'બેરલ' શબ્દ સાંભળીએ છીએ. સમાચારમાં જણાવવામાં આવે છે કે, ક્રૂડ ઓઈલ આટલા ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, એક બેરલ વાસ્તવમાં કેટલું હોય છે? જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય માનક (International Standard) મુજબ, કાચા તેલને માપવાનો એકમ 'બેરલ' છે.

1 / 6
મળતી માહિતી મુજબ, 1 બેરલમાં અંદાજિત 159 લિટર તેલ હોય છે. રસપ્રદ વાત એ છે કે, એક બેરલ કાચા તેલને રિફાઇનરીમાં પ્રોસેસ કર્યા પછી તેમાંથી પ્રાપ્ત થતા ઉત્પાદનો (Products) ની કુલ માત્રા 159 લિટરથી વધીને લગભગ 170 લિટર સુધી પહોંચી જાય છે. જો કે, આને 'પ્રોસેસિંગ ગેઈન' કહેવામાં આવે છે, જે રિફાઇનિંગ દરમિયાન રસાયણોના ઉમેરા અને ઘનતા (Addition and Density) બદલાવાને કારણે થાય છે.

2 / 6
કાચું તેલ એક ઘટ્ટ, ચીકણું અને કાળા રંગનું પ્રવાહી છે, જેનો સીધો ઉપયોગ કરી શકાતો નથી. તેને રિફાઇનરીમાં લઈ જઈને અલગ-અલગ તાપમાને ઉકાળવામાં આવે છે, જેને 'ફ્રેક્શનલ ડિસ્ટિલેશન' કહેવામાં આવે છે. એક બેરલ કાચા તેલમાંથી સરેરાશ પેટ્રોલ લગભગ 60-75 લિટર (સૌથી વધુ માત્રામાં), ડીઝલ લગભગ 45-50 લિટર, એવિએશન ફ્યુઅલ લગભગ 15-19 લિટર, એલપીજી રસોઈ ગેસ તરીકે લગભગ 5-6 લિટર અને બાકી બચેલા ભાગમાંથી લ્યુબ્રિકેટિંગ ઓઈલ, ગ્રીસ, પેટ્રોલિયમ જેલી, મીણ, પ્લાસ્ટિક માટેનો કાચો માલ (નેપ્થા) અને ડામર નીકળે છે.

3 / 6
મોટાભાગના લોકો માને છે કે, કાચું તેલ (ક્રૂડ ઓઈલ) માત્ર બળતણ માટે જ છે પરંતુ સત્ય તો એ છે કે, સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે એવી ડઝનબંધ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જે કાચા તેલ વગર શક્ય નહોતી. તમારા હાથમાં રહેલા "સ્માર્ટફોનનો કેસ, લેપટોપની બોડી, પ્લાસ્ટિકની બોટલો અને રમકડાં" આ બધું કાચા તેલમાંથી નીકળતા પેટ્રોકેમિકલ્સથી બને છે. વધુમાં જોઈએ તો, ટાયરોમાં વપરાતું સિન્થેટિક રબર પણ આની જ દેન છે.

4 / 6
જો તમે 'પોલિએસ્ટર', 'નાયલોન' કે 'એક્રેલિક' ના કપડાં પહેરો છો, તો સમજી લો કે તમે પેટ્રોલિયમ ઉત્પાદનો જ પહેરી રહ્યા છો. આજે દુનિયાના અડધાથી વધુ કપડાં કપાસ કે રેશમ જેવા કુદરતી દોરાને બદલે કાચા તેલમાંથી બનેલા 'કૃત્રિમ રેસા' (Synthetic Fiber) માંથી તૈયાર થાય છે. લિપસ્ટિક, ફાઉન્ડેશન, કાજલ અને તમારી સ્કીન ક્રીમમાં પણ કાચા તેલના અંશો હોય છે. આ સિવાય એસ્પિરિન જેવી ઘણી દવાઓ અને કેપ્સ્યુલનું કોટિંગ બનાવવામાં પણ પેટ્રોલિયમની આડપેદાશોનો ઉપયોગ થાય છે.

5 / 6
એવામાં જ્યારે કાચા તેલમાંથી તમામ હલકા અને કિંમતી પદાર્થો કાઢી લેવામાં આવે છે, ત્યારે અંતમાં જે ઘટ્ટ અવશેષ (Thick Residue) વધે છે, તેને બિટુમેન અથવા ડામર કહેવામાં આવે છે. આનાથી જ આપણા દેશના રસ્તાઓ બને છે. પેઇન્ટ, ડિટર્જન્ટ, મીણબત્તી અને ખેતીમાં વપરાતા અનેક ખાતરો તથા જંતુનાશકો પણ કાચા તેલ વગર બની શકતા નથી.

6 / 6

આ પણ વાંચો: દેશ, જિલ્લો અને ભાષા… આ ત્રણેય કયા શાકભાજીના નામમાં આવે છે? ઓળખો આ કયું શાક છે?

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ

સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય

રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે

નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત

ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

g clip-path="url(#clip0_868_265)">