AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીએ આપી ‘મોટી ખુશખબરી’… કર્યું 1200% ડિવિડન્ડનું એલાન, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

શેરબજારમાં આજે મંગળવારે (24 માર્ચ) ટ્રેડિંગ સેશન પૂરું થયા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓટો સેક્ટરની એક દિગ્ગજ કંપનીએ તેના રોકાણકારોને મોટી 'ભેટ' આપી છે. વાત એમ છે કે, કંપનીએ 1200% ના ડિવિડન્ડ (Interim Dividend) નું એલાન કર્યું છે.

| Updated on: Mar 24, 2026 | 6:52 PM
Share
ઓટો સેક્ટરની દિગ્ગજ કંપનીના શેરમાં બુધવારે મોટી હલચલ જોવા મળી શકે છે. આજે એટલે કે મંગળવારે બજાર બંધ થયા પછી કંપનીએ રોકાણકારો માટે વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend) ની મોટી જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹12 પ્રતિ શેર વચગાળાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.

1 / 5
કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે, 24 માર્ચના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ₹1 ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર ₹12 નું ડિવિડન્ડ એટલે કે 1200% ની ચૂકવણી કરવામાં આવશે. કુલ મળીને કંપની આ ડિવિડન્ડ માટે અંદાજે ₹570 કરોડ ખર્ચ કરશે.

2 / 5
એક્સચેન્જ ફાઇલિંગમાં જ કંપનીએ રોકાણકારો માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી છે. કંપનીએ 31 માર્ચ 2026 ને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે. જોવા જઈએ તો, જે રોકાણકારો પાસે આ તારીખ સુધીમાં TVS Motor Company ના શેર હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે.

3 / 5
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ડિવિડન્ડની ચૂકવણી જાહેરાતના 30 દિવસની અંદર કરી દેવામાં આવશે, જે કંપનીઝ એક્ટ 2013 ના નિયમો મુજબ નક્કી થયેલ છે. TVS Motor Company નું કુલ માર્કેટ કેપ આશરે ₹8.28 લાખ કરોડ છે, જે તેને ઓટો સેક્ટરની અગ્રણી કંપનીઓમાં જોડાયેલ છે. આવી સ્થિતિમાં, ડિવિડન્ડની જાહેરાતની અસર શેરના ભાવ પર પણ જોવા મળી શકે છે.

4 / 5
બજારના નિષ્ણાતો માને છે કે, ડિવિડન્ડના સમાચારથી ટૂંકાગાળામાં શેરમાં તેજી આવી શકે છે, ખાસ કરીને તે રોકાણકારો વચ્ચે જેઓ નિયમિત આવક (Income Investing) પર ધ્યાન આપે છે. જો કે, લાંબાગાળે શેરની દિશા કંપનીના પ્રદર્શન અને સેક્ટરની સ્થિતિ પર નિર્ભર રહેશે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: મોંઘું તેલ, મોંઘો સામાન… છતાં આ 5 શેરમાં કમાણીની તક, ₹400 થી ₹7000 સુધીના ટાર્ગેટ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">