Women’s health : મહિલાઓને બર્થોલિન સિસ્ટ કેમ ફરી થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
કેટલીક મહિલાઓને વારંવાર બર્થોલિન સિસ્ટની સમસ્યાનો સામનો કરવો પડે છે.વજાઈના હેલ્થ પર ધ્યાન આપવું ફિઝિકલ હેલ્થ જેટલું જ જરુરી છે.આજે પણ કેટલીક મહિલાઓ વજાઈના હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓની ખુલ્લીને વાત કરી શકતી નથી.આ કારણે વજાઈના સાથે જોડાયેલ સંક્રમણના લક્ષણોની જાણ થતી નથી. આ સંક્રમણ બીમારીનું રુપ લઈ લે છે. ત્યારે આ ગંભીર સમસ્યા બને છે બર્થોલિન સિસ્ટ,

ચાલો આજે આપણે ડોક્ટર પાસેથી તેના કારણો જાણીએબર્થોલિન સિસ્ટ એટલે ટુંકમાં સિસ્ટ વજાઈનામાં ગાંઠ થાય છે. આ સમસ્યામાં દુખાવો ત્યારે થાય છે. જ્યારે ઈન્ફેક્શન થાય કે સિસ્ટનો આકાર મોટા થાય છે. આ સમસ્યામાં દવા દ્વારા દરેકની સારવાર સંભવ છે પરંતુ સિસ્ટ મોટી થવા પર સર્જરી કરી શકાય છે.

કેટલાક કેસમાં મહિલાઓને સર્જરી કરાવ્યા બાદ પણ આ સમસ્યા વારંવાર રહે છે. આના માટે અનેક કારણો જવાબદાર છે. બર્થોલિન સિસ્ટ વારંવાર થવાના કારણો શું છે. આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

બર્થોલિન સિસ્ટ વજાઈનામાં રહેલી ગાંઠ છે. જેની સમયસર સારવાર કરાવવી ખુબ જરુરી છે. સિસ્ટની સાઈઝ વધવા પર દુખાવો થઈ શકે છે, કે પછી ચાલવામાં પણ દુખાવો થાય છે. વજાઈનામાં ગાંઠ હોય તેવું અનુભવાય છે. સિસ્ટ વધવા પર તાવ,નબળાઈ પણ આવી શકે છે. આના શરુઆતના લક્ષણો ઓળખવા મુશ્કેલ હોય છે કારણ કે, જ્યાંસુધી સિસ્ટ નાની હોય છે. તો તેના લક્ષણ જોવા મળતા નથી.

બર્થોલિન સિસ્ટની સમસ્યા ત્યારે થાય છે. જ્યારે વજાઈનામાં બંન્ને બાજુ બર્થોલિન ગ્લેન્ડનો રસ્તો બ્લોક થઈ જાય છે. આ બ્લોકેજ રહે છે અને વારંવાર થાય છે. આ સિસ્ટ બનવાનું કારણ બને છે.જો પહેલા ઈન્ફેક્શનની સારવાર કે સર્જરી યોગ્ય રીતે ન કરવામાં આવે તો, બર્થોલિન સિસ્ટની સમસ્યા વારંવાર થઈ શકે છે.જો બર્થોલિન સિસ્ટ કે ફોલ્લો વહેલા મટાડવામાં ન આવે, તો બર્થોલિન ગ્રંથિમાં વધુ અવરોધ થવાની શક્યતા રહે છે.

વારંવાર થતા બેક્ટેરિયલ ઈન્ફેક્શન અથવા ગોનોરિયા અથવા ક્લેમીડિયા જેવા જાતીય ચેપ પણ ક્રોનિક બળતરા અથવા વારંવાર થતા સિસ્ટનું કારણ બની શકે છે.જો તમે યોનિમાર્ગની સ્વચ્છતા રાખતા નથી, તો આ પણ વારંવાર થતા સિસ્ટનું કારણ બની શકે છે. આ ઉપરાંત, વારંવાર થતા યોનિમાર્ગ ચેપ અથવા અસુરક્ષિત સેક્સ કરવાથી પણ બર્થોલિન સિસ્ટ વારંવાર થઈ શકે છે.

શરીરમાં હોર્મોનલ ફેરફારો પણ સિસ્ટની શક્યતા તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, વધતા તણાવને કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે. આવી સ્થિતિમાં, યોનિમાર્ગના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે, જેના કારણે વારંવાર સિસ્ટ થઈ શકે છે.

સ્ત્રીઓમાં બર્થોલિન સિસ્ટ એક સામાન્ય સમસ્યા છે. તેનો ઉપચાર દવાઓ અથવા સર્જરી દ્વારા કરવામાં આવે છે. આ સમસ્યા બેક્ટેરિયલ ચેપને કારણે થઈ શકે છે. અસુરક્ષિત સેક્સ અથવા સ્વચ્છતાના અભાવ પછી પણ આ સમસ્યા વારંવાર થઈ શકે છે. જો સમયસર યોગ્ય સારવાર ન લેવામાં આવે તો આ સમસ્યા વધી શકે છે. ડોકટરોની સલાહ જરુર લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































