Women’s health : શું પીરિયડ્સ દરમિયાન પેઇનકિલર્સ લેવી સલામત છે? ડૉક્ટર પાસેથી જવાબ જાણો
ઘણીવાર મહિલાઓ પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવા પેન કિલર લે છે, જેથી તેઓ પીરિયડ્સ દરમિયાન થતી પીડાથી બચી શકે. પરંતુ ગાયનેકોલોજિસ્ટ શું કહે છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અનેક પરેશાનથી પસાર થવું પડે છે. દરેક મહિલાઓ માટે પીરિયડ્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. કોઈને કમરનો દુખાવો થાય છે. તો કેટલીક છોકરીઓનું મૂડ સ્વિંગ થાય છે. આ રીતે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટની નીચેના ભાગમાં દુખાવો અને સોજો રહે છે. જેને પીરિયડ્સ ક્રૈમ્પસ કહેવામાં આવે છે.

પીરિયડ્સ દરમિયાન થનારી તમામ પરેશાનીઓથી રાહત મેળવવા માટે કેટલીક મહિલાઓ પેન કિલર લે છે. આ પેન કિલરની હેવી ડોઝ હોય છે. જેનાથી પીરિયડ્સ ક્રેમ્પસથી જલ્દી રાહત મળી જાય છે. પરંતુ શું પીરિયડ્સમાં પેન કિલર લેવી યોગ્ય છે કે નહી. આ વિશે વિસ્તારથી જાણીએ.

ડોક્ટર મુજબ પીરિયડ્સમાં પેન કિલર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતાં ક્રૈમ્પસથી બચાવે છે. આ દવાઓ શરીરમાં કેટલાક કેમિકલને બ્લોક કરી દુખાવો ઓછો કરે છે. એક્સપર્ટ મુજબ પીરિયડ્સમાં પેન કિલર દવાઓ ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેની વધારે જરુર હોય.

જો તમને વધારે ક્રૈમ્પ્સ થાય છે. તો ડોક્ટરની સલાહ પર આના ડોઝ નક્કી કરી શકો છો. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, કે તમે દરરોજ કોઈ દવાઓ લઈ રહ્યા છો. તો ડોક્ટર પાસેથી કન્સલ્ટ કર્યા બાદ આનું સેવન કરો. વધારે માત્રામાં કે ખાલી પેટે દવા લેવાથી એસિડિટી કે પેટમાં દુખાવો થઈ શકે છે.

કેટલાક કેસમાં કિડની અને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બને શકે છે. અસ્થમા અલ્સર અથવા હૃદય રોગના કિસ્સામાં, તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.આ દવાનું સેવન કરવાથી મહિલાઓ કેટલીક બીમારીની ઝપેટમાં આવી શકે છે.

જો તમને પણ પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થાય છે. તો ભૂલીને પણ પેન કિલર ન લો. પહેલા ડોક્ટરનો સંપર્ક કરો અથવા તો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકો છો.

પીરિયડ્સ દરમિયાન વારંવાર અથવા ટૂંકા સમયમાં પેઇનકિલર્સ લેવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.કોઈપણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે, ખાસ કરીને જો તમે કોઈ અન્ય સમસ્યાથી પીડાતા હોય તો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
