Plant In Pot : ખરતા વાળ અટકાવવામાં ઉપયોગી રોઝમેરીને ઘરે ઉગાડો, જાણો સંપૂર્ણ પદ્ધતિ
જો તમારી પાસે બગીચામાં જગ્યા મર્યાદિત હોય અથવા તમે તમારી બાલ્કનીમાં વિવિધ છોડ ઉગાડવા માગતા હોવ, તો તમે કૂંડામાં રોઝમેરીનો છોડ ઉગાડવોએ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો યોગ્ય કાળજી રાખશો તો છોડનો ઝડપથી વિકાસ થાય છે.

રોઝમેરી એક સુગંધિત ઔષધિ છે. તેનો ઉપયોગ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા અને તેના ઔષધીય ગુણધર્મો માટે થાય છે. જો કોઈના વાળ વધારે ખરતા હોય તો પણ તેમના માટે કારગર છે. તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો.

રોઝમેરીના છોડને ઓછામાં -ઓછો 6-8 કલાક સીધો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

રોઝમેરીને સારી રીતે પાણી નિતારેલી માટીની જરૂર હોય છે. જો તમારા પાસે સામાન્ય માટી હોય તો તેમાં થોડી રેતાળ માટી ઉમેરીને તૈયાર કરી શકો છો. તેમજ માટીનો pH 6 થી 7.5 ની વચ્ચે હોવો જોઈએ.

તમે રોઝમેરીના છોડ ખરીદી શકો છો અથવા તાજા પાંદડામાંથી કાપેલા છોડ ઉગાડી શકો છો. મૂળિયા બહાર આવે ત્યાં સુધી 1-2 અઠવાડિયા સુધી પાણીમાં પલાળી રાખો, પછી તેને માટીમાં વાવો.

રોઝમેરીને વધુ પાણીની જરૂર નથી. જ્યારે માટી સુકાઈ જાય ત્યારે થોડું પાણી આપો. વધુ પાણી આપવાથી મૂળ સડી શકે છે. છોડને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે દર 4-6 અઠવાડિયામાં કાર્બનિક ખાતર આપો.

જ્યારે રોઝમેરીનો છોડ 15 થી 20 સે.મી. સુધી પહોંચે છે, ત્યારે તમે તાજા પાંદડા કાપી શકો છો. ફરીથી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છોડથી 2-3 ઇંચ ઉપર કાપો.

ઠંડા હવામાનમાં રોઝમેરીને ઘરની અંદર રાખો, કારણ કે ઠંડીને કારણે તે ખરાબ થઈ શકે છે.All Image- Whisk AI
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
