Googleએ યુઝર્સની સેફ્ટી માટે કરી નક્કર વ્યવસ્થા, યુઝર્સનું ટેન્શન હવે ખત્મ
Google Privacy Tools : ગૂગલના સર્ચ રિઝલ્ટમાં તમને પોતાની પર્સનલ માહિતી દેખાઈ રહી હોય તો ટેન્શન થાય જ. પણ હવે યુઝર્સની આ ટેન્શન દૂર થશે. ગૂગલ દ્વારા સર્ચ રિઝલ્ટમાં નવું ફીચર જોડવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ નવા ફીચર વિશે.

યુઝર્સની પ્રાઈવસી અને ઓનલાઈન સેફ્ટીને ધ્યાનમાં રાખીને ગૂગલે ગૂગલ સર્ચમાં નવા અને મહત્વપૂર્ણ ફીચર્સ ઉમેર્યા છે. આ નવી સુવિધાથી હવે તમે તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરી શકશો.

ગયા વર્ષે ગૂગલે રિઝલ્ટ અબાઉટ યુ ટૂલ લોન્ચ કર્યું હતું. આ ટૂલની મદદથી તમે સર્ચ રિઝલ્ટમાં આવતી તમારી અંગત માહિતી જેમ કે ફોન નંબર, ઈમેલ, ઘરનું સરનામું અને ઈમેલ આઈડી કાઢી શકો છો.

ગૂગલનું કહેવું છે કે હવે આ ટૂલને પહેલાની સરખામણીમાં અપડેટ અને સુધારવામાં આવ્યું છે, આ ટૂલ સર્ચ રિઝલ્ટમાં તમારી અંગત માહિતીને ટ્રેક કરશે અને સર્ચ રિઝલ્ટમાં તમારાથી સંબંધિત કોઈપણ માહિતી મળતા જ તમને એલર્ટ કરશે. જેને તમે હટાવી શકો છો.

ગૂગલે કહ્યું કે બહુ જલ્દી યુઝર્સને એક નવું ડેશબોર્ડ મળવા જઈ રહ્યું છે જે તમને જાણ કરશે કે વેબ રિઝલ્ટ સર્ચમાં તમારી કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન દેખાઈ રહી નથી કે નહીં. આ પછી તમે આ ટૂલની મદદથી માહિતી દૂર કરવાની વિનંતી કરી શકો છો. હવે વેબ પર દેખાતા નવા પરિણામો અને શોધમાં તમારી માહિતી દેખાશે તો Google તમને સૂચિત કરશે.

તમે આ ટૂલને ગૂગલ એપમાં એક્સેસ કરી શકો છો, આ માટે તમારે ગૂગલ એપ પર જઈને સૌથી પહેલા તમારા ગૂગલ એકાઉન્ટના ફોટો પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે તમારા રિઝલ્ટ વિશેના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. ગૂગલનું આ નવું પ્રાઈવસી ટૂલ શરૂઆતમાં, અંગ્રેજી ભાષા ફક્ત યુએસમાં રહેતા યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ ગૂગલનું કહેવું છે કે કંપની અન્ય દેશોમાં વપરાશકર્તાઓ માટે આ ટૂલને અન્ય ભાષાઓમાં રોલઆઉટ કરવાની દિશામાં કામ કરી રહી છે.