આજે ફરી સોનું થશે સસ્તું ! જાણો કયા લેવલ સુધી તૂટી શકે છે ભાવ
MCX પર જૂન ફ્યુચર્સ ₹93,647 ની નજીક ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે COMEX પર જૂન ડિલિવરીની કિંમત $3,238 ની આસપાસ જોવા મળી હતી. મુખ્ય ટેકનિકલ સૂચકાંકો અને ઓપ્શન ચેઇન ડેટા આ સમયે મંદી તરફ ઈશારો કરી રહ્યા છે.

મંગળવાર રાતથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા છે. MCX પર જૂન ફ્યુચર્સ ₹93,647 ની નજીક ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે COMEX પર જૂન ડિલિવરીની કિંમત $3,238 ની આસપાસ જોવા મળી હતી. મુખ્ય ટેકનિકલ સૂચકાંકો અને ઓપ્શન ચેઇન ડેટા આ સમયે મંદી તરફ ઈશારો કરી રહ્યા છે.

ગ્લોબલ COMEX ગોલ્ડના વિશ્લેષણ મુજબ વર્તમાન ભાવ (CMP) $3,238, Put/Call Premium Ratio: 3.29 - ઘટાડા સામે રક્ષણ માટે પુટ ખરીદીનો મોટો જથ્થો, જ્યારે પુટ/કોલ OI રેશિયો: 1.21 હળવો અપટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. ટેકનિકલ સૂચકાંક મુજબ RSI (30m ચાર્ટ): 35.68 (નબળો ઝોન) PSP GAP Histogram: સતત DM (ડાઉન મૂવ) સિગ્નલ આપે છે જ્યારે Volume Delta: વેચાણ દબાણ ચાલુ રહેવાના સંકેત આપે છે.

મુખ્ય સપોર્ટ લેવલની વાત કરીએ તે $3,230 અને $3,225 - ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ મુજબ મજબૂત પાયા છે. રેજિસ્ટેંસ લેવલ $3,250 અને $3,260 - ઉપર તરફ વેચાણ સંભાવના છે. અનુમાનની વાત કરીએ તો જો $3,225 નો સપોર્ટ તૂટી જાય, તો $3,200 અને $3,180 સુધીનો ઘટાડો શક્ય છે.

MCX ગોલ્ડ (જૂન ફ્યુચર્સ) વર્તમાન ભાવCMP: ₹93,647, Max Pain: ₹95,000, PCR: 0.28 જે અત્યંત મંદીનો સંકેત તેમજ IV (ATM): 14.70% – ઓછી અસ્થિરતા દર્શાવે છે.

ટેકનિકલ ચાર્ટ સિગ્નલો (1 કલાક) મુજબ RSI: 45 થી નીચે (નબળું), વોલ્યુમ ડેલ્ટા: સતત નકારાત્મક, GAP હિસ્ટોગ્રામ: છેલ્લા 3 દિવસથી સતત ડાઉન મૂવ ચેતવણી આપે છે. મુખ્ય સપોર્ટની વાત કરીએ તો ₹93,273 – તાત્કાલિક ઇન્ટ્રાડે સપોર્ટ છે, ₹92,500 – નિર્ણાયક સ્તર, આની નીચે ઘટાડો તીવ્ર હોઈ શકે છેરેજિસ્ટેંસ ઝોન ₹94,200 – ટૂંકા ગાળાનો પ્રતિકાર, ₹95,000 – મુખ્ય પ્રતિકાર / મહત્તમ પીડા ક્ષેત્ર છે.

વલણ શું કહે છે? મજબૂત ટેકો ₹92,500 (MCX), $3,225 (COMEX), પ્રતિકાર | ₹94,200 – ₹95,000 (MCX), $3,250 – $3,260 (COMEX) આગાહી | જો ₹92,500 અને $3,225 તૂટી જાય, તો તીવ્ર ઘટાડો શક્ય છે.

વેપારીઓ માટે વ્યૂહરચના શોર્ટ સેલ સ્ટ્રેટેજી મુજબ ₹92,500 થી નીચે વેચાણ, ₹93,200 સ્ટોપલોસ, ₹91,000 લક્ષ્ય રાખો . પુલબેક પર ખરીદીની વાત કરીએ તો ₹94,200 થી ઉપર ખરીદી કરવાનું વિચારો, ₹95,000 લક્ષ્ય રાખો.

સોનું હાલમાં નીચે તરફ આગળ વધી રહ્યું છે. COMEX અને MCX બંને પર ટેકનિકલ અને ઓપ્શન્સ ડેટા મંદી દર્શાવે છે. જો મુખ્ય સપોર્ટ લેવલ તૂટે છે, તો આગામી દિવસોમાં સોનામાં ₹1,000 થી ₹1,500 નો વધુ ઘટાડો જોવા મળી શકે છે.
