Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં ફરી તેજી! ગુજરાતમાં 24 કેરેટ સોનું ₹1.50 લાખને પાર પહોંચ્યું, જાણો અમદાવાદ સહિતના 10 મોટા શહેરોના ભાવ
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ અને ફિઝિલ ગોલ્ડ તથા Gold ETFના ખર્ચમાં કેટલો તફાવત છે, જાણો સંપૂર્ણ માહિતી.

આજની તારીખ 02 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. (Image Source | Magnific)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,50,350 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,37,820 અને 1,12,760 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 23 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,54,250 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,41,400 રુપિયા અને 1,15,690 રુપિયા હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 29 સપ્ટેમ્બરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,850 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,450 અને 1,11,640 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (2 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,37,820 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,50,350 છે. જે 2 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,52,070 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹1,720 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,50,350.00 અને 3% GST (₹4,510.50) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,75,944.50 થી ₹1,89,641.00 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,51,101.75 થી ₹1,51,853.50 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Magnific)
For review ,,,,,, Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં ફરી તેજી! ગુજરાતમાં 24 કેરેટ સોનું ₹1.50 લાખને પાર પહોંચ્યું, જાણો અમદાવાદ સહિતના 10 મોટા શહેરોના ભાવ
