AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :TV9 બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સીઝન આજથી હૈદરાબાદમાં શરૂ, જાણો શું છે ખાસ

ટીવી9 નેટવર્ક દ્વારા આયોજિત કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સીઝન-2નો આરંભ 15 થી 17 મે સુધી હૈદરાબાદના ગાચીબોવેલી સ્ટેડિયમમાં ધામધુમથી શરુ થશે. આ ટૂર્નામેન્ટમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી મોટી કંપનીઓ ભાગ લેશે.

Breaking News :TV9 બેડમિન્ટન ચેમ્પિયનશિપની બીજી સીઝન આજથી હૈદરાબાદમાં શરૂ, જાણો શું છે ખાસ
| Updated on: May 15, 2026 | 12:34 PM
Share

ટીવી9 નેટવર્કે કોર્પોરેટ કર્મચારીઓ માટે એક શાનદાર સ્પોર્ટસ પ્લેફોર્મ તૈયાર કર્યું છે. અહી દરરોજ એસી ઓફિસ અને કોમ્પયુટર સ્ક્રીન વચ્ચે કામ કરનાર પ્રોફેશનલસ પોતાની રમતની પ્રતિભા દેખાડશે. પહેલી સીઝનને દેશની અનેક મોટી કંપનીઓએ શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ હવે આ બીજી સીઝન છે. બીજી સીઝનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 15 થી 17 મે સુધી હૈદરાબાદના ગાચીબોવેલી સ્ટેડિયમમાં ધામધુમથી શરુ થશે.

આ સ્પોર્ટસ ઈવેન્ટમાં માઈક્રોસોફ્ટ,એમેઝોન અને ઈન્ફોસિસ જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપનીઓના કર્મચારી અને પ્રતિનિધિ ભાગ લઈ સ્પર્ધામાં ઉતરશે.

પુલેલા ગોપીચંદના માર્ગદર્શનમાં કોર્પોરેટ બેડમિન્ટન ટૂર્નામેન્ટ

આ અમારા માટે વિશેષ સમ્માનની વાત છે કે, પદ્મ ભૂષણથી સન્માનિત પુલેલા ગોપીચંદ જેમણે ભારતીય બેડમિન્ટનને વિશ્વ સ્તર પર પ્રસિદ્ધિ અપાવી છે. તેઓ આ ટુર્નામેન્ટમાં ભાગીદાર છે. આ સ્પર્ધાઓ ગચીબોવલીમાં તેમની પોતાની એકેડેમીમાં યોજાશે. આ ખેલાડીઓ માટે એક મહાન પ્રેરણા છે. તેમના માર્ગદર્શન હેઠળ, મેચો આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર યોજાશે.

પહેલી સીઝન હિટ રહી

પહેલી સીઝન ટોપની કંપનીઓએ શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ગુગલ ડેલ ,ઉબેર, માયહોમ, માઈક્રોસોફ્રટ, ઈન્ફોસિસ,એમેઝોન,આઈકિયા,મેકમાઈટ્રિપ,ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, એબીબી,ડો રેડ્ડીઝ, નોવાર્ટિસ,શ્રોડિંગર કૈપજેમિની, ગ્રીનકો, એલએમટી અને ડેલોઈટ જેવી ટોચની કંપનીએ ભાગ લીધો.

આ ટૂર્નામેન્ટમાં 300થી વધુ ખેલાડીઓ અને 64થી વધુ કોર્પોરેટ ટીમોએ ભાગ લીધો અને 1000 થી વધારે મેચ આયોજિત કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓ આ વર્ષે ભાગ લઈ રહી છે.

આ ટુર્નામેન્ટમાં 300 થી વધુ ખેલાડીઓ અને 64 થી વધુ કોર્પોરેટ ટીમોએ ભાગ લીધો હતો અને 1,000થી વધુ મેચો યોજાઈ હતી. આ બધી કંપનીઓ આ વર્ષે પણ ભાગ લઈ રહી છે.

ટુર્નામેન્ટની ખાસ વાતો

  • ટીમ ચેમ્પિયનશિપ (પુરુષ વર્ગ): પુરુષોની સિંગલ્સ (2મેચ), પુરુષોની ડબલ્સ
  • એક ટીમમાં ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 ખેલાડીઓ હોવા જોઈએ. બધા ખેલાડીઓ એક જ સંસ્થાના હોવા જોઈએ.
  • ઓપન કેટેગરી (વ્યક્તિગત): પુરુષોની સિંગલ્સ, મહિલા સિંગલ્સ, મિશ્ર ડબલ્સ અને વિવિધ સંસ્થાઓના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે.

કુલ 5 લાખનો પુરસ્કાર

  • વિજેતાઓને ટ્રોફી અને વિશેષ સન્માન આપવામાં આવશે, સાથે કુલ 5 લાખનો ઈનામી પુરસ્કાર પણ આપવામાં આવશે.
  • ઇવેન્ટ: 15-17 મે, 2026
  • સ્થળ: પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી, ગચીબોવલી, હૈદરાબાદ.

આજના કાર્યક્રમમાં શું છે?

ખેલાડીઓ આજે સવારે 9 વાગ્યે સ્ટેડિયમમાં આવવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ. ઓપન કેટેગરીની મેચો સવારે 10:30 વાગ્યે શરૂ થઈ, જેમાં પુરુષોના સિંગલ્સ, મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. લંચ બ્રેક પછી, આ ઓપન કેટેગરીની મેચો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ટીમ ચેમ્પિયનશિપ બપોરે 3 વાગ્યે TV9 ના પ્રતિનિધિઓ અને મહેમાનો દ્વારા શરૂ કરવામાં આવશે. ટીમ મેચો સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">