AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદીની અપીલ બાદ ઈંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ડીઝલ વાહનોને CNGમાં રૂપાંતરિત કરાશે, ઈ-બસ દોડાવશે

Breaking News : PM મોદીની અપીલ બાદ ઈંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ડીઝલ વાહનોને CNGમાં રૂપાંતરિત કરાશે, ઈ-બસ દોડાવશે

| Updated on: May 15, 2026 | 11:41 AM
Share

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી છે. શહેરમાં આગામી સમયમાં સ્વચ્છ અને પર્યાવરણમિત્ર પરિવહન વ્યવસ્થા વિકસાવવા માટે મનપા દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને CNG આધારિત વાહનોના ઉપયોગને વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા ઇંધણ બચાવવા અને પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાની અપીલ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી છે. શહેરમાં આગામી સમયમાં સ્વચ્છ અને પર્યાવરણમિત્ર પરિવહન વ્યવસ્થા વિકસાવવા માટે મનપા દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને CNG આધારિત વાહનોના ઉપયોગને વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવા ઓછો કરવા અપીલ

પીએમ મોદીએ રવિવારે કહ્યું કે “સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલે છે. તેની અસર આખી દુનિયા પર પડી છે અને ભારત ઉપર તો વધારે ગંભીર અસર પડી છે.” ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં

મનપા દ્વારા હાલ ચાલી રહેલા કેટલાક ડીઝલ વાહનોને તબક્કાવાર CNG વાહનોમાં રૂપાંતરિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પગલાથી ઇંધણ ખર્ચમાં ઘટાડો થવાની સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને ગ્રીન બનાવવા માટે ઈ-બસ સેવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની તૈયારી

આ ઉપરાંત, ઈ-વાહનોના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. મનપાનું માનવું છે કે આ પહેલોથી લોકોને પર્યાવરણમિત્ર વાહનો અપનાવવા પ્રોત્સાહન મળશે અને શહેરમાં પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદ મળશે.

ઝૂમાં દીપડાની પજવણીનો વીડિયો વાયરલ, વડોદરાના સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">