Breaking News : આણંદ-વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ મોડી રાત્રે પત્તાના મહેલની જેમ ધરાશાયી, સવારે જ 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જુઓ Video
આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી BBIT કોલેજનું બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના થોડા કલાકો પહેલાં જ કોલેજમાં લગભગ 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી BBIT કોલેજનું બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના થોડા કલાકો પહેલાં જ કોલેજમાં લગભગ 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેવી ચર્ચા ચાલી રહી છે.
માહિતી અનુસાર BBIT કોલેજમાં એક વર્ષ પહેલાં જ બીજા અને ત્રીજા માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા અને સલામતીના ધોરણોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને એન્જિનિયરિંગ શિક્ષણ આપતી સંસ્થાનું બિલ્ડિંગ જ આ રીતે તૂટી પડવું અત્યંત આઘાતજનક માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ ઘટનાને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિલ્ડિંગનો ‘સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ’ કોણે તૈયાર કર્યો હતો અને તે રિપોર્ટના આધારે બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. નવા બાંધકામ દરમિયાન કોઈ ટેકનિકલ ભૂલ થઈ હતી કે નહીં, બાંધકામમાં નીચી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હતી કે કેમ અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે તમામ મુદ્દાઓ પર તપાસ એજન્સીઓ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં તંત્ર દ્વારા બિલ્ડિંગના બાકીના ભાગની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન સર્જાય.
આ પણ વાંચો- Breaking News : PM મોદીની અપીલ બાદ ઈંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ડીઝલ વાહનોને CNGમાં રૂપાંતરિત કરાશે, ઈ-બસ દોડાવશે
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
