અમદાવાદમાં સરકારી આવાસના નામે લાખોની ઠગાઈ : જાણીતા વ્યક્તિના નામે 50-50 હજાર પડાવનાર અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદના બોડકદેવમાં સરકારી આવાસ અપાવવાની લાલચે સેંકડો લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસના સકંજામાં આવેલા આરોપીને જોવા ભોગ બનનારાઓના ટોળા ઉમટ્યા હતા.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સરકારી આવાસના મકાનો અપાવવાની લાલચ આપી સેંકડો નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી અંકિત પટેલ અને રાગિની પટેલે પોતાને એક જાણીતા વ્યક્તિના સંબંધી હોવાનું જણાવી લોકોનો વિશ્વાસ જીત્યો હતો.
ફરિયાદીઓના જણાવ્યા મુજબ, આવાસના નામે વ્યક્તિદીઠ 50-50 હજાર રૂપિયા એક વર્ષ પહેલાં ઉઘરાવવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, આરોપી પોલીસના સકંજામાં આવતા જ મોટી સંખ્યામાં ભોગ બનનાર લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. લોકોએ ઉગ્ર રજૂઆત કરી છે કે તેમને તેમના પરસેવાની કમાણીના પૈસા વહેલી તકે પરત અપાવવામાં આવે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Breaking News: નિફ્ટીમાં છેલ્લા બે દિવસની તેજી શું માત્ર એક જાળ છે? આ રહ્યા એ 3 પુરાવા જાણો શું છે સત્ય
Follow Us
Latest Videos
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
