AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking : 5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે સૂઝબૂઝથી કર્યું સુરક્ષિત રેસ્ક્યુ, જુઓ Video

Surat Breaking : 5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે સૂઝબૂઝથી કર્યું સુરક્ષિત રેસ્ક્યુ, જુઓ Video

| Updated on: Jul 28, 2026 | 12:54 PM
Share

મળતી માહિતી મુજબ ક્રિષ્ના નગર રો હાઉસમાં પરિવાર માટે અચાનક મુશ્કેલીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પવનના જોરદાર ઝટકાના કારણે રૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. તે સમયે રૂમમાં 5 મહિનાનું નાનું બાળક હાજર હતુ.

સુરતના પાસોદ્રા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી હતી, મળતી માહિતી મુજબ એક ઘરમાં 5 મહિનાનું બાળક રૂમમાં લોક થઈ જતા માતા-પિતાના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે બાદ રૂમમાં ફસાયેલા 5 મહિનાના માસૂમ બાળકનું ફાયર બ્રિગેડની ટીમે સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે.

5 મહિનાનું બાળક રૂમમાં થઈ ગયુ લોક !

મળતી માહિતી મુજબ ક્રિષ્નાનગર રો હાઉસમાં પરિવાર માટે અચાનક મુશ્કેલીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પવનના જોરદાર ઝટકાના કારણે રૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. તે સમયે રૂમમાં 5 મહિનાનું નાનું બાળક હાજર હતુ અને સૂઈ રહ્યું હતુ. રૂમ ખોલવાના અનેક પ્રયાસો કરતા પણ લોક ખુલી રહ્યું ન હતુ જે બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક મદદે પહોંચી

બાળક રૂમમાં ફસાઈ જતા પરિવારજનોએ તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સરથાણા ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સબ ઓફિસર જગદીશ રત્નુની આગેવાની હેઠળ ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે પોતાની કુશળતા અને સમયસૂચકતાનો ઉપયોગ કરી ખાસ સાધનોની મદદથી દરવાજો ખોલી કાઢ્યો હતો અને સુરક્ષિત રીતે બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.

બાળકનુ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયું

રૂમમાંથી બહાર આવ્યા બાદ 5 મહિનાનું માસૂમ બાળક સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. બાળકને જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે માતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમની ઝડપી કાર્યવાહી અને સમજદારીભર્યા રેસ્ક્યુના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકોએ પણ ફાયર ટીમની કામગીરીની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Weather Forecast Breaking: ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">